________________ ધર્મબોધ વિષય તુલના 359 ત્નશીલ છે એમ શી રીતે કહી શકાય ? સંસ્કૃત માનવી તે પ્રકૃતિને સમજીને, એને નાથીને, એને પિતાને અને સમાજને અનુકૂળ બનાવવા પ્રયત્ન કરે છે–નહીં કે પિતે પ્રકૃતિને અનુકુળ બને. માનવ સંસ્કૃતિના વિકાસમાં એક તબક્કે એ ક્રમ હતો કે મનુષ્ય પ્રકૃતિને સાનુકૂળ બને, પરંતુ માનવ સંસ્કૃતિના વિકાસની સાથે તથા સૃષ્ટિ અને તેના નિયમોની વધુ સમજને પરિણામે એ ક્રમ બદલાયે અને પ્રકૃતિ માનવને અને સમાજને સાનુકૂળ બને એ માટેના પ્રયત્નો થયા, થતા રહે છે અને થતા રહેશે. પ્રકૃતિ વિરુદ્ધનું જીવન જીવવાની વાત અહીં નથી એની નેંધ લેવી જોઈએ. પ્રકૃતિના નિયમો અનુસાર સહજ રીતે જીવન જીવાય એ એક વાત, પરંતુ પ્રકૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરી તે જ્ઞાનને આધારે જીવન અને સમાજનું ઘડતર થાય એ બીજી વાત. આ દૃષ્ટિએ લાઓએંધર્મને સમાજઘડતરમાં અપાયેલે ફાળો મૂલવો જોઈએ. - હિંદુધર્મની જેમ વ્યક્તિઘડતરને અને સમાજજીવન ઘડતરને એક સુંદર ખ્યાલ ખ્રિસ્તી ધર્મમાં રજૂ થયે છે. ખ્રિસ્તી ધર્મને આપણે કરેલ અભ્યાસ એ ધર્મના ત્રણ વિચારે સમજાવે છે. પ્રભુનું સામ્રાજ્ય, માનવ બંધુત્વ અને પ્રેમ તથા સહકારયુક્ત સહ-અસ્તિત્વ. જે પ્રત્યેક માનવ પ્રભુનું ફરજંદ હોય તે એમનામાં બ્રાતૃભાવની ભાવના સહજ રીતે જ હેવી જોઈએ. એમ ન હોય ત્યાં એ માટેની તપાસ કરી ને કારણે જવાબદાર હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે જોઈએ. આવી રીતે ભ્રાતૃભાવ કેળવેલ માનવી પોતાના સહબાંધવા સાથે સહકાર નહીં કરે તે શું અસહકાર કરશે ? હકીકતમાં તે બ્રાતૃભાવનાથી તેમજ સહકાર અને નેહભર્યા જીવનથી જ પ્રત્યેક માનવી પ્રભુના સામ્રાજ્યને સભ્ય થઈ શકે છે. આજની દુનિયાના વિવિધ ઝંઝાવાતમાં ક્રાઈસ્ટને આ વિચાર ભરદરિયે અટવાતી માનવજાત માટે દીવાદાંડી સમાન છે. વ્યક્તિનું ઉત્થાન, વ્યક્તિ-વ્યક્તિ મટી અન્ય સાથે સમરૂપ બને એમાં છે. સમાજનું ઉત્થાન, એ સ્નેહના સહઅસ્તિત્વના પાયા પર રચાય એના પર છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે અને વ્યક્તિસમાજ વચ્ચે સંબંધ સાંકળનાર પ્રેમ છે. એ પ્રેમ ત્યારે જ ક્રૂરે જ્યારે પ્રત્યેક વ્યક્તિ બીજી અન્ય વ્યક્તિમાં એ જ દિવ્યપ્રદાન જુએ, જે તે પ્રભુના બાળક તરીકે પિતાનામાં જુએ છે. સમાજને ઉત્કર્ષ કોઈ ભૌતિક આધાર પર સંભવિત નથી એવો સ્પષ્ટ નિર્દેશ શું ક્રાઈસ્ટના આ ખ્યાલમાંથી મળતી નથી ? આર્થિક સંપત્તિ, ભૌતિક સમૃદ્ધિ, શસ્ત્ર તાકાત, ધિક્કાર કે અદેવ ભાવના પર રથાપિત સમાજ ઉત્કર્ષ સાંધી