________________ ધર્મબેધ વિષય તુલના ૩પ૭ અને સારા કાર્યોમાં રચ્યાપચ્યા રહેવું જરૂરી છે. જે વ્યક્તિ આવી રીતે વર્તે છે તે મુક્તિ પામે છે. આમ, આપણે એ જોઈએ છીએ કે વિવિધ ધર્મોમાં મુક્તિને ખ્યાલ વિવિધ રીતે આપવામાં આવ્યો છે. બંધનનું જે કારણ અને તેનું નિવારણ તે મુક્તિ. હિંદુ ધર્મમાં બંધનનું કારણ અજ્ઞાન છે અને એથી જ્ઞાનપ્રાપ્તિ એ મુક્તિની અવસ્થા છે. એ જ પ્રમાણે બૌદ્ધધર્મમાં બંધત અને દુઃખનું કારણ તૃષ્ણ” છે અને એથી તૃષ્ણાના ત્યાગમાં મુક્તિની પ્રાપ્તિ સમાયેલી છે. એ જ રીતે જૈનધર્મમાં જડ અને આત્મ તત્ત્વનું સંમિલન એ બંધનનું કારણ હોઈ શરીર ઉપાધિને દૂર કરવા માટે તપશ્ચર્યાને માર્ગ સૂચવવામાં આવ્યું છે અને આત્મ તત્ત્વની જડતત્ત્વમાંથી વિમુક્તિ એ મુક્તિ છે. ઇસ્લામમાં અલાહનું શરણું ન સ્વીકારવું એમાં અનિષ્ટ રહેલું છે અને અલ્લાહનું સંપૂર્ણ શરણ સ્વીકારવામાં મુક્તિની પ્રાપ્તિ સમાયેલી છે. એ જ રીતે તાઓ ધર્મમાં તામાર્ગના શાંતિપૂર્વકના અનુસરણથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તી ધર્મ અને જરથુસ્તધર્મ માટે પણ એ જ રીતે કહી શકાય. પ્રત્યેક ધર્મો પતે જે એક આદર્શ રજૂ કર્યો એ આદર્શની પ્રાપ્તિમાં મુક્તિ સમાયેલી છે, અને એ પ્રાપ્તિ માટેના માર્ગોનું અનુસરણ કરવાથી એ પ્રાપ્ત કરી શકાય એવી આશા દરેક ધર્મ રજૂ કરે છે. અહીં મહત્વની વાત એ છે કે ધર્મ, જીવનની નિષ્ક્રિયતા પ્રબંધ નથી, તેમ જ જીવનને અંધકારમય પણ લેખાતો નથી. હકીક્તોને સ્વીકાર કરીને, એક નવા આદર્શની પ્રેરણા, પ્રત્યેક ધર્મ આપે છે અને એ આપવાની સાથે એટલે વિશ્વાસ પણ આપે છે કે એ આદર્શ સિદ્ધ કરી શકાય એમ છે. આ રીતે પ્રત્યેક ધમ, માનવીના વર્તમાન જીવનનું વિશ્લેષણ આપી, તેના સત્ય સ્વરૂપને અનુરૂપ એને આદર્શ શો હોઈ શકે એને ખ્યાલ આપીને, એ આદર્શ પ્રાપ્તિને માટે માર્ગ પણ પ્રબોધે છે. ધર્મનું આ રચનાત્મક અને ઊજળું પાસું છે. 9 સામાજિક ઉત્થાન: કોઈ પણ પ્રજાની સંસ્કૃતિનું માપ કાઢવાને માટે બીજા અનેક અંગોની સાથે એના ધર્મનું સ્વરૂપ કેવું છે એને પણ વિચાર કરવામાં આવે છે. એ જ રીતે લગભગ પ્રત્યેક ધર્મ વ્યક્તિના ઉત્થાનની સાથે સમાજના ઉત્થાન માટે પણ પ્રયત્નશીલ રહે છે. સૃષ્ટિ અને વ્યક્તિ બનેને ઈશ્વરના સર્જન તરીકે સ્વીકારી -વ્યક્તિના આધ્યાત્મિક ઉત્કને માટે માર્ગ રજૂ કરતે ધર્મ એ પણ સ્વીકારે જ છે કે વ્યક્તિ એકાંકી નહિ પણ સામૂહિક છે, અને આથી જ ધર્મો વ્યક્તિગત વિકાસની સાથે સામાજિક વિકાસને માટે પણ પ્રયત્નશીલ રહે છે.