________________ 358 ધર્મોનું તુલનાત્મક અધ્યયન વિવિધ ધર્મોનો સમાજ ઉત્થાનને ખ્યાલ અહીં આપણે રજૂ કરીશું અને તે આધારે એમની વચ્ચેના સંબંધોની વિચારણા કરીશું. વ્યક્તિજીવન અને સમાજજીવનની વ્યવસ્થાના સાધન તરીકે હિંદુધર્મમાં ચાર આશ્રમ, ચાર પુરુષાર્થ અને ચાર વર્ણોની વાત થઈ છે. આ સર્વ અંગોની વિસ્તૃત રજૂઆત હિંદુધર્મની ચર્ચા કરતી વખતે આપણે કરેલી છે, એથી એની પુનરુક્તિ અહીં નહીં કરીએ. - જૈનધર્મ અને બૌદ્ધધર્મમાં સંઘત્વની ભાવના આ અંગે બેંધનીય છે. યુદ્ધ શરણં ગચ્છમિ, ધમ્મ શરળ છામિ, સંઘ શi માઈના એ બૌદ્ધધર્મને મંત્ર બૌદ્ધધર્મની સંધત્વની ભાવનાને ખ્યાલ આપે છે. વ્યક્તિ, બુદ્ધ સ્વરૂપે જ ઈવરતવનું શરણ સ્વીકારે, એ પૂરતું નથી, ધર્મનું આચરણ પણ એટલું જ મહત્તવનું છે. પરંતુ વ્યક્તિગત રીતે ધર્મનું આચરણ કે બુદ્ધનું શરણ ગમે એટલા મહત્ત્વના હોય છે, જ્યાં સુધી વ્યક્તિ સમાજનું શરણ સ્વીકારતી નથી, સંઘભાવનાને અનુરૂપ કાર્ય કરતી નથી ત્યાં સુધી એના અન્ય બે પ્રયાસો પણ મર્યાદિત રહે છે. સામાજિક ઉત્થાનમાં આ ભાવનાએ શો ભાગ ભજવ્યો છે એ તે બૌદ્ધધર્મના વિવિધ પ્રદેશમાં થયેલા વિતરીકરણથી અને તે પારકી ભૂમિમાં સ્વીકાર્ય બન્યાથી જાણી શકાય છે. - જરથુસ્તધર્મમાં સામાજિક ઉત્થાનને વિચાર સ્વીકારાયો છે. સમાજજીવન એક સંધર્ષ સમાન છે અને એ સંઘર્ષમાં વ્યક્તિ એક પક્ષે કે બીજે પક્ષે રહી શકે છે. પરંતુ પ્રત્યેક વ્યક્તિ પાસે એવી આશા રાખવામાં આવે છે કે સમગ્ર સમાજનાં મૂલ્યની પડખે રહેલાં બળને એ સાથ આપે અને એમ કરીને સમાજના ઉત્કર્ષના કાર્યમાં સહાયરૂપ થાય. પરંતુ આ માટે નૈતિક જીવનની અગત્ય પર ભાર મૂકવા સિવાય જરથુરતધર્મે કંઈ વિશેષ ક્યનું જાણી શકાતું નથી. વ્યક્તિના પિતાના જીવનમાં જરૂરી ફેરફારો શી રીતે લાવી શકાય, જેથી વ્યક્તિ સહજ રીતે શુભનાં બળની પડખે રહે એ એ માટેની જીવનઘડતરની કોઈ તાલીમ કે પદ્ધતિ. આ ધર્મમાં રજુ થઈ નથી. કુદરતના ક્રમ અનુસારના જીવનઘડતર પર તાઓ ધર્મ ભાર મૂકે છે. સૃષ્ટિના ક્રમને અવરોધવાથી વ્યક્તિને અને સમાજને વિકાસક્રમ રૂંધાય છે. સૃષ્ટિક્રમ એક ગૂઢ તાઓતત્ત્વ અનુસાર ચાલી રહ્યું છે અને માનવીનું કર્તવ્ય જે છે એની સાથે એકરૂપ થવામાં સમાયેલું છે. “પ્રકૃતિ અનુસારનું જીવન' એ મંત્ર માનવીના વ્યક્તિગત ઉથાનમાં કે સમાજના ઉત્કર્ષમાં કેટલો ફાળો આપી શકે એ અલગ વિચારણાને. પ્રશ્ન છે. પ્રકૃતિને અનુરૂપ બનતે માનવી પોતાના કે સમાજના ઘડતર માટે પ્રય.