________________ ધર્મબેધ વિષય તુલના (363 સાધુઓ તરફથી પ્રાપ્ત થયેલા ધર્મોના સ્વરૂપની રજૂઆત કરી એ સામાન્ય રીતે સ્વીકારી શકાય. જૈનધર્મને રચનાત્મક વિકાસ અને વિજ્ઞાન તરીકે થયો છે કે જ્ઞાનમીમાંસા તરીકે થયો છે, એ પ્રશ્ન ચર્ચાસ્પદ છે. આપણે અન્યત્ર કરેલી રજૂઆત અનુસાર બૌદ્ધધર્મ અને વિજ્ઞાનને આશ્રય લઈને આગળ વધ્યું છે, જ્યારે જૈનધર્મ જ્ઞાનમીમાંસાને આશ્રય લઈને આગળ વધેલ છે. આથી જ એને રચનાત્મક વિકાસ કદાચ જ્ઞાનમીમાંસા તરીકે કહે વધુ વાજબી રહેશે. વળી તપશ્ચર્યા પર જે ભાર જેનધર્મમાં મૂકવામાં આવે છે એવો ભાર જગતના અન્ય કોઈ ધર્મમાં મૂકવામાં આવતા નથી. તપશ્ચર્યામય જીવન એ જ સાચું જીવન છે, એમ જૈનધર્મ પ્રતિપાદિત કરતે હોય, તે એના રચનાત્મક વિકાસને તપશ્ચર્યા તરીકે કેમ ન ઓળખાવી શકાય ? ભક્તિને એમણે આવી રીતે ઓળખવાનો પ્રયાસ કર્યો છે. . એ જ રીતે જરથુસ્તધર્મના રચનાત્મક વિકાસને એમણે અનિષ્ટ સામેના સંઘર્ષ તરીકે ઓળખાવ્યું છે. વિવિધ ધર્મોની વિચારણા કરતી વખતે આપણે એ જોયું છે કે પ્રત્યેક ધર્મ અનિષ્ટના અરવીકાર માટે બોધ આપે છે. અનિષ્ટની સામેના સંઘર્ષ તરીકે તે ઈરલામધર્મ પણ ક્યાં ભાર નથી મૂકતા ? જરથુસ્તપમને રચનાત્મક વિકાસ અનિષ્ટની સામેના સંઘર્ષ કરતાં પણ ઇષ્ટ અને અનિષ્ટના યુદ્ધની કલ્પનાની પૂર્ણાહુતિ એમણે જે રીતે રજૂ કરી છે એમાં વધુ વાજબી રીતે વ્યતીત થાય છે. ગમે તે એક ધર્મને રચનાત્મક વિકાસ અમુક વિશિષ્ટ પ્રકારને છે એમ કહેવાના પ્રયત્નમાંથી આવી સ્થિતિ સર્જાય છે. શું આપણે એમ ન કહી શકીએ કે પ્રત્યેક ધર્મને રચનાત્મક વિકાસ માનવ-દેવ સ્વરૂપની પિછાનમાં છે ?