________________ 356 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સ્વીકારવામાં આવ્યાં છે–જ્ઞાન, ભક્તિ અને કર્મ. આ ત્રણેને એકમેકથી વિરોધી ગણવાના નથી, ત્રણેય એકમેકના પૂરક છે અને અનેક કિસ્સાઓમાં ત્રણેય એકસાથે ઉપયોગમાં લેવાય એવું પણ બને. મુક્તિના બે પ્રકાર–સદેહ અને વિદેહ મુક્તિ તરીકે સ્વીકારાયા છે. એ ઉપરથી એમ કહી શકાય કે દેહ પિતે જ મુક્તિની અવસ્થા પ્રાપ્ત કરવામાં અવરોધક છે એમ નથી. જનમતમાં મુક્તિની પ્રાપ્તિ માટે સંયમપૂર્ણ જીવન અને તપશ્ચર્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મેક્ષ મેળવવાના સાધન તરીકે જ્ઞાન, દર્શન અને સદાચારને સ્વીકાર થયું છે. ધર્મમાં મુક્તિના ખ્યાલને નિર્વાણ તરીકે સ્વીકારવામાં આવે છે. માનવ જીવની દુઃખભરી અવરથામાંથી મુક્તિને નિર્વાણ તરીકે ઓળખીએ તે નિર્વાણ અવસ્થા ઉત્તમ સુખદાયી અવસ્થા છે એમ કહેવાય. પરંતુ એ સુખમય અવસ્થા એ ક્યા સુખની અવસ્થા? આત્મતત્ત્વ પિતે જ અનિત્ય હોય તે એને કહ્યું સુખ ? આ વિશે ગૌતમ બુદ્ધનું આ કથન પ્રકાશ પાથરે છે: “જેમને પુનર્જન્મથી કંટાળો આવ્યું છે અને જે ડાહ્યા માણસોએ અસ્તિત્વના કારણભૂત બીજેનો નાશ કર્યો છે, અને જેમની વાસનાઓ વધતી નથી તે બધા દીવાની માફક નાશ પામે છે.”૫ આમ, નિર્વાણ અવસ્થામાં આત્મતત્વની કઈ અવસ્થા હતી નથી. આથી નિર્ગુણને એક અભાવાત્મક પરિસ્થિતિ તરીકે વર્ણવી શકાય અને એ એક નિર્ગુણ શાંતિની અવસ્થા છે એમ કહી શકાય. ઇસ્લામધર્મમાં મુક્તિને માગ અલ્લાહના શરણમાં અપાય છે. મુક્તિને માટે શબ્દ ઇસ્લામ છે. જે કઈ અલ્લાહનું શરણ સ્વીકારે છે અને અલ્લાહ સમક્ષ દીનભાવે એમના આદેશ અનુસાર વર્તે છે એ મુક્તિ મેળવે છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રભુમય જીવન અને ઈશ્વરકૃપા, બેન સુભગ સંમિલનથી મક્તિ પ્રાપ્ત થાય છે એમ કહેવાયું છે. પ્રભુમય જીવન એ મુક્તિની પૂર્વતૈયારી છે. પ્રભુમય જીવન એટલે પ્રભુના સર્જેલા બધા જ જીવો તરફ સમભાવ અને નેહ. જે જીવ આવું પ્રભુમય જીવન જીવે છે એને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. અને એમ થતાં એ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. જરથુસ્તધર્મમાં મુક્તિને માગ, સત્યને પડખે રહી અનિષ્ટને સામનો કરવામાં, અદૂર મઝદને સહકાર આપવામાં, રહેલે છે. જીવ સદાયે ઈષ્ટને પડખે રહે અને અનિષ્ટના મોહમાં ન ફસાય એ માટે એણે સારા વિચાર, સારી વાણી 56 સક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 10:2-39