________________ 346 ધર્મોનું તુલનાત્મક અધ્યયન તે છે જે અલ્લાહને શરણે જાય અને માનવી અલાહને શરણે જતો નથી એથી. અનિષ્ટ નીપજે છે. બૌદ્ધધર્મ અનિષ્ટના નીપજવા વિશે તૃષ્ણાને આગળ કરે છે. સર્વ રોગનું મૂળ તૃષ્ણા છે' એમ બૌદ્ધધર્મમાં કહેવાયું છે અને તૃષ્ણના ત્યાગને માર્ગ રજૂ કરવામાં આવ્યો છે. તૃષ્ણા ત્યાગવા સિવાય બીજો કોઈ માર્ગ નથી કારણ કે તૃષ્ણ કદીયે તૃપ્ત થતી નથી અને જ્યાં સુધી તૃષ્ણ હોય ત્યાં સુધી અનિષ્ટ અનિવાર્ય છે. અનિષ્ટનો સ્વીકાર થયો એટલે એમાંથી માર્ગ સૂચવવાનું પણ ધર્મનું કાર્ય બને છે. ખરી રીતે ધર્મ, ઈશ્વર-જીવ વચ્ચેના સંબંધમાં જે કંઈ અવરોધ હોય એને દૂર કરવા માટે નિશ્ચયી હોય છે. અનિષ્ટ આવો એક અવરોધ છે અને એથી જ ધર્મમાં અનિષ્ટની વિચારણું પર ભાર મૂકવામાં આવે છે. પ્રત્યેક ધર્મ, અનિષ્ટનું વિમોચન કેમ કરી શકાય અને એમાંથી મુક્ત શી રીતે થઈ શકાય તેની રજૂઆત કરે છે. પરંતુ અનિષ્ટ વિમોચનની વિવિધ પ્રકારની રીત પણ ધર્મોમાં રજૂ થઈ છે. કેટલાકમાં જ્ઞાનપ્રાપ્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે બીજા કેટલાકમાં દેહકષ્ટ અને તૃષ્ણ માર્જનની વાતો રજૂ થઈ છે, તે કેટલાકમાં માનવપ્રેમની અને અન્યમાં ઈશ્વરચરણની વાત રજૂ કરવામાં આવી છે. આમ, આપણે એ જોઈ શકીશું કે અનિષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે જ્ઞાનની, કર્મની કે ભક્તિની રજૂઆત થઈ છે. ભક્તિને આશ્રય લેનાર ધર્મોમાં ઇસ્લામ અને તાઓ ધર્મનો સમાવેશ કરી શકાય અલ્લાહને શરણે જવાથી અનિષ્ટને દૂર કરી શકાય છે. તાઓ ધર્મ અનુસાર જગતના અવ્યક્ત માર્ગ તાઓને અનુસરવાથી અનિષ્ટમાંથી મુક્ત થવાય છે. એમ કહેવાયું છે. આ. બેમાં ઇરલામને વિશે વધારામાં એટલું કહેવું જરૂરી છે કે ઇસ્લામ બિનમુસ્લિમનો— અલ્લાહનું શરણુ રવીકારતા નથી તેને–અનિષ્ટ તરીકે રવીકાર કરે છે અને એથી. એ અનિષ્ટને દૂર કરવા માટે બળના ઉપયોગની વાત સ્વીકારે છે. બૌદ્ધધર્મ, અનિષ્ટની મુક્તિ માટે, વાસનાઓને કાબૂ કરવાની, તથા જૈનધર્મ એ ઉપરાંત દેહને કષ્ટ આપવાની વાત કરે છે. તપશ્ચર્યા જૈનધર્મને માર્ગ છે અને તૃષ્ણા ત્યાગ એ બૌદ્ધધર્મને માર્ગ છે. એક તરફ દેહને જ અનિષ્ટના કારણરૂપે ગણી, તેની શુદ્ધિથી મુક્ત થવાય, એવી માન્યતા રજૂ કરવામાં આવી છે, તે બાજી તરફે હિંદુધર્મમાં બ્રહ્મજ્ઞાનની વાત પર ભાર મૂકવામાં આવ્યું છે. પરંતુ એટલું નોંધવું જોઈએ કે હિંદુધર્મમાં મુક્તિના ભાગ તરીકે માત્ર જ્ઞાનની વાત નથી. જ્ઞાન એક માર્ગ નિશ્ચિત છે, પરંતુ ભક્તિમાર્ગ અને કર્મમાર્ગની પણ એમાં વિચારણા થઈ છે. આથી એમ કહી શકાય કે જગતના વિવિધ ધર્મોમાં, જે જે