________________ 350 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એક, પૂર્વજન્મને સ્વીકાર કરતા ધર્મો : આ વર્ગમાં હિંદુધર્મ, જૈનધર્મ, બૌદ્ધધર્મ અને શીખધર્મને સમાવેશ થાય છે. સામાન્યપણે એમ કહી શકાય કે આ ધર્મો કર્મ અને એનાં પરિણામમાં માનવા ઉપરાંત પુણ્ય અને પાપને બદલે, જે આ જન્મમાં નહીં મળે તે અત્યાર પછીના જન્મમાં મળશે, એમ સ્વીકારે છે. ટૂંકમાં, આ ધર્મ જૂથ એમ સ્વીકારે છે કે કર્મનું પરિણામ પૂર્ણ થયું નથી ત્યાં સુધી જન્મોજન્મની પ્રક્રિયા ચાલુ રહે છે. -બીજુ, ન્યાયના દિવસને સ્વીકાર કરતા ધર્મો : આ વર્ગમાં જરથુસ્તધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મને સમાવેશ થાય છે સામાન્યપણે એમ કહી શકાય કે આ ધર્મો પણ કર્મ અને એનાં પરિણામમાં તે માને જ છે. પરંતુ વર્તમાન જીવનને અંતે અન્ય કોઈ જીવન નથી. પરંતુ પ્રત્યેક * વ્યક્તિને તેણે કરેલાં કાર્ય અનુસારને ન્યાય એક દિવસ કરવામાં આવશે. આ પ્રશ્નની સમજણ આપવાને માટે, આ બે પ્રકારનાં ધર્મજૂથે પાડ્યાં પછી, હવે આપણે એ જૂથમાંના પ્રત્યેક ધર્મ વિશે આ પ્રશ્ન અંગે થેડી વિગતે વિચારણા કરીએ. હિંદુધર્મ : કર્મના સિદ્ધાંતનું હિંદુધર્મમાં મહત્વનું સ્થાન છે. ઐતિહાસિક દષ્ટિએ કર્મને 'સિદ્ધાંત હિંદુધર્મમાં પ્રારંભથી છે કે પછીથી ઉપસ્થિત થયેલ છે એ મતભેદને વિષય હોવા છતાં, હિંદુધર્મમાં એ ઓતપ્રોત થયે છે એને ખ્યાલ, હિંદુધર્મની આપણે બીજા વિભાગમાં કરેલી ચર્ચામાંથી આવશે. - અનિષ્ટના પ્રશ્નની ચર્ચા કરતી વખતે આપણે એ જોયું છે કે હિંદુધર્મમાં અનિષ્ટને સ્થાન નથી. એ જ પ્રમાણે પાપને પણ હિંદુધર્મમાં કોઈ સ્થાન નથી. છ–બ્રહ્મ એક્યના અજ્ઞાનમાંથી પાપ નીપજે છે. હિંદુધર્મમાં કર્મના વિવિધ પ્રકારે સ્વીકારવામાં આવ્યા છે એ પણ આપણે હિંદુધર્મની વિચારણા કરતી વખતે જોયું છે. એથી જે કર્મોનું પરિણામ હજી સધી ભોગવ્યું નથી એવાં કર્મોના પરિણામ ભોગવવાને માટે જ પુનર્જન્મ લે પડે છે. - જેનધર્મ: કર્મ સિદ્ધાંતનું જૈનધર્મમાં અગત્યનું સ્થાન છે. પૂર્વ જન્મનાં કાર્યોનાં ફળ ભેગવવાનાં બાકી રહ્યાં હોય તે માટે તે સંસારમાં જન્મ લેને પડે છે. કહેવાયું