________________ ધર્મબેધ વિષય તુલના 351 છેઃ “હું હવે તમને કમેક્રમે આઠ પ્રકારના કર્મો સમજાવીશ. આ કર્મોના બંધનથી જીવને જન્મ-મરણના ચક્રમાં ફરવું પડે છે.”૪૦ આટલું જ નહીં પરંતુ પ્રાણીઓને ઇજા કરવાથી અથવા તે તેમની હિંસા કરવાથી પાપાચરણ થાય છે, અને એના ભેગાયટનને માટે પણ જન્મ લેવો પડે છે એમ જણાવતા કહેવાયું છેઃ “આ પ્રાણીઓને ઈજા કરવાથી મનુષ્યો પિતાના આત્માને જ ઈજા કરે છે અને અનેકવાર તેમની કોટિમાં તેમને જન્મ લે પડે છે.”૪૧ પાપની વિચારણા જૈનધર્મમાં કરવામાં આવી છે. પરંતુ પાપના મૂળ તરીકે સ્ત્રી છે એમ ભારપૂર્વક કહેવાયું છે. “મહાવીરની દૃષ્ટિએ બધા પાપનું મૂળ કારણું ત્રીઓ છે. આ પ્રમાણે મહાવીરે જગતનું સાચું સ્વરૂપ જોયું.”૪૨ અને વળી કહેવાયું છે : “જગતમાં સ્ત્રીઓ વધારેમાં વધારે મોહ કરનારે પદાર્થ છે. આ અભિપ્રાય ઋષિઓએ દર્શાવ્યું છે. પુરુષ સ્ત્રીઓ વિશે વાત કરવી નહીં, તેમના તરફ જેવું નહીં, તેમની સાથે વાતચીત કરવી નહીં, તેમને પિતાના છે એમ માનવું નહીં અને તેમનું કામ કરવું નહીં.”૪૩ આમ જનધર્મમાં સર્વ પતનનું કારણ સ્ત્રી છે એમ માનવામાં આવે છે પરંતુ પ્રત્યેક પતનમાં સ્ત્રી એકલી જ પાપનું કારણ છે એમ શી રીતે ઘટાડી શકાય ?44 ખ્રિસ્તી ધર્મના પાપના વિચારમાં માત્ર ઈવને જ નહીં પરંતુ સાથે આદમને પણ એટલે જ જવાબદાર ગણે છે. શું આ જ કારણથી જૈનધર્મમાં તપશ્ચર્યાને અતિ પ્રાધાન્ય આપવામાં આવ્યું હશે ? જૈનધર્મની સંઘભાવનામાં સ્ત્રીઓનો એક અલાયદે સંધ સ્થાપવામાં આવ્યો હૈય છે. સ્ત્રી સાથ્વી પણ બની શકે છે અને આમાં સ્પષ્ટ સ્વીકાર છે અને સાથે એમ પણ સમજવું રહ્યું કે સાધ્વી સ્ત્રી પતનનું કારણ બની શકે નહીં. બૌદ્ધધર્મ : કર્મના સિદ્ધાંતને બૌદ્ધધર્મ એક શક્તિ તરીકે સ્વીકારી એ અમૂર્ત નિયમને કડક તરીકે ઓળખાવે છે તથા પાપ અને પુણ્યને બદલે એ શક્તિ જ આપે છે એમ જણાવે છે. “પાપી માણસ આકાશમાં, સમુદ્રમાં કે પર્વતની ખીણોમાં પેસે તે પણ ત્યાં એવું એકે ય સ્થાન નથી જ્યાં માણસ પિતાના ખોટા કામની જ સેક્રેડ બુક્સ ઓફ ધી ઈસ્ટ, 45H 192 41 એજ, 45 : 292 જર એજ, 22 : 81 43 એજ, 22 : 48 જ છેવટે આપેલી નેંધ જુઓ.