________________ ૩૫ર ધર્મોનુ તુલનાત્મક અધ્યયન શિક્ષામાંથી છૂટી જઈ શકે ”જપ વળી કર્મનાં પરિણામોને માટે વ્યક્તિ પિતે જ જવાબદાર છે અને એ માટે અન્ય કોઈ જવાબદાર નથી એમ દર્શાવતાં કહેવાયું છે; “જે પ્રાણીઓ સાચી રીતે પિતાના ખરાબ કર્મોનાં પરિણામોને વિચાર કરે તે તેઓ પોતે જ તેમને તિરસ્કાર કરશે અને કદી પણ તેવા કર્મો કરશે નહીં.”૪૬. નિતિક ન્યાયના પાલનને પરિણામે જે પ્રકારની સજા અપાય છે તે વિશે કહેવાયું છેઃ “નરકના સિપાહીઓ પાપી માણસને નરકના રાજા યમની પાસે ખેંચીને લઈ જાય છે. યમ રાજા તેમને કહે છે, “તમે જ્યારે પૃથ્વી પર હતા. ત્યારે તમને ચેતવણી આપવા માટે બાળક, રોગિષ્ટ, સજા ભોગવતે અપરાધી, વૃદ્ધ પુરુષ અને શબ એ પાંચને મોકલવામાં આવ્યાં હતાં. તેમને તમે નહોતા જોયાં ?" અને પેલે પાપી જવાબ આપે છે, “મેં તેમને જોયાં હતાં.” પછી યમ રાજા કહે છે, “ત્યારે તમને મનમાં એવો વિચાર ન આવ્યું કે હું પણ જન્મીશ. વૃદ્ધ થઈશ અને મરી જઈશ. એથી મારે બધાં જ સારા કર્મો કરવાની કાળજી રાખવી જોઈએ. અને પેલે પાપી માણસ ઉત્તર આપે છે, “ભગવન! હું એ પ્રમાણે વિચાર નહોતે કરી શક્યો.” આ પછી યમ રાજા તેને સજા આપતા કહે છે : “આ તારાં પાપ-કર્મોને માટે તારા માતા-પિતા, સગા, મિત્રો અથવા. સલાહકારો જવાબદાર નથી. તે એકલાએ જ આ પાપ-કર્મો કર્યા છે અને તારે એકલાએ જ તેનું ફળ ભોગવવું જોઈએ. 40 બૌદ્ધધર્મમાં પુનર્જન્મને સ્વીકાર થયું છે અને પિતાનાં કર્મો પ્રમાણે વ્યક્તિએ સંસારમાં ફરીથી જન્મ લેવો પડે છે. હવે આપણે ધર્મોના બીજા જૂથ તરફ વળીએ' જે ન્યાયના દિવસને સ્વીકાર કરે છે. જરથુસ્તધર્મ, ઇસ્લામધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં એવું માનવામાં આવે છે કે પ્રત્યેક માનવીને ન્યાયના દિવસે તેમનાં સારા અને ખરાબ કર્મો માટે ઈશ્વર ફળ, આપશે. કેઈપણ મનુષ્ય આ કર્મફળ પ્રાપ્તિમાંથી છટકી શકતો નથી. ખ્રિસ્તી ધર્મમાં પાપને એક હકીકત તરીકે સ્વીકારવામાં આવે છે અને વ્યક્તિની પિતાની સામે તેમ જ સમાજની સામે તથા ઈશ્વરની સામે પાપ આચરવામાં આવે છે. બાઇબલમાં તથા ખ્રિસ્તી ધર્મનાં અન્ય પુસ્તકમાં મરણોત્તર અવરથા વિશે વિવિધ રીતે કહેવાયું છે. મનુષ્યને પિતાનાં કર્મો પ્રમાણે ભવિષ્યમાં 45 સેક્રેડ બુક્સ ઓફ ધી ઈસ્ટ, 10H1, 35, 46 એજ, 19H 158 47 મેનીઅર વિલિયમ્સ, બુદ્ધિઝમ, પા. 114, 115