________________ ધર્મબોધ વિષય તુલના 349 વિવિધ ધર્મોને આપણે જે અભ્યાસ કર્યો છે તેને આધારે આ પ્રશ્ન સાથે, સંકળાયેલી કેટલીક બાબતેમાં બધા ધર્મોની એકમતી જોઈ શકાય છે. તેની રજૂઆત આમ કરીએ એક, આત્માના અમરત્વને ખ્યાલ. બે, સત્કર્મની ભાવનાને સ્વીકાર. ત્રણ, કર્મ પરિણામની ભાવનાને સ્વીકાર. ચાર, નૈતિક ન્યાયની ભાવનાને સ્વીકાર. આ દરેક મુદ્દા વિશે જે તે ધર્મની વિચારણા કરતી વખતે આપણે વિચાર! કર્યો છે. એથી આને વિશે અહીં વિશેષ કંઈ નહીં કહીએ. આમ છતાં એટલું ધવું જોઈએ કે પ્રવર્તમાન પ્રત્યેક ધર્મ એક નૈતિક કે આધ્યાત્મિક સિદ્ધાંતની સર્વોપરિતા સ્વીકારે છે. નૈતિક ન્યાયનો ખ્યાલ પણ આ સર્વોપરિતાની સાથે સુસંગત હે જરૂરી છે. આવી સુસંગતતા સમજવાને માટે નૈતિક ન્યાયને પાય શું છે એને ખ્યાલ મેળવવો જોઈએ. જે પ્રત્યેક કર્મનું પરિણામ હય, અને કર્મ કયાં તે પુણ્ય પ્રકારનું કે પાપ પ્રકારનું હોય, અને પુણ્ય કર્મ નૈતિક આચરણના ધમેં આપેલા આધાર અનુસાર, હોય અને પાપકર્મ એવા આધાર વિરુદ્ધ હોય, તે પુણ્યનું પરિણામ બદલે (reward) અને પાપનું પરિણામ શિક્ષા (punishment) હોવું જોઈએ. આમ, પુણ્યને બદલે અને પાપની શિક્ષા એ નૈતિક ન્યાયને પાયો છે. આપણી વિચારણના આ મુદ્દા સુધી તે બધા ધર્મોમાં એક પ્રકારની સંમતિ જોવા મળે છે. પરંતુ હવે અહીં જ પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે પુણ્યને બદલે અને પાપની શિક્ષા કયાં ? ક્યારે ? અને કેવી રીતે મળશે? આ પ્રશ્નોના ઉત્તરની બાબતમાં ધર્મોની એકમતી નથી. જુદા જુદા ધર્મોમાં: આમાંના એક કે વધારે કે બધા જ પ્રસને, જુદી રીતે જવાબ આપવામાં આવ્યો છે. પ્રત્યેક ધર્મની આ પ્રશ્નને વિશેની વિચારણા સમજી શકાય એ માટે ધર્મોને બે વિભાગમાં વહેંચવા અનુકૂળ રહેશે.