________________ 348 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સંભવતઃ યુરોપનું ધાર્મિક અને રાજકીય માળખું આજે જુદા પ્રકારનું હેત. એને થડે ખ્યાલ પામી શકાય એ માટે એટલું નોંધવું જોઈએ કે ઇસ્લામના બળને સ્પેનમાંથી હડસેલવામાં આવ્યા છતાં તુકમાં એમણે સ્થાન જમાવ્યું હતું, અને કમાલ આતાતૂના સમય સુધીની તૂછની ઈસ્લામ બળે જે પરિસ્થિતિ હતી, સંભવતઃ એ પ્રકારની પરિસ્થિતિમાં સમસ્ત યુરોપ અને કદાચિત સારું વિશ્વ મુકાયું હોત. આમ, આપણે એ જોઈ શકીશું કે ધર્મને માટે અનિષ્ટની વિચારણને પ્રશ્ન મહત્વનો છે. પ્રવર્તમાન ધર્મે એ પ્રશ્નને કેટલું મહત્ત્વ આપે છે, એને આધારે એ ધર્મને કેટલો વિકાસ થયે છે એનો ખ્યાલ આવી શકે. આદિમ ધર્મમાં અનિષ્ટને સ્વીકાર ન હોય એ સમજી શકાય એમ છે. કારણકે ત્યાં તે જે કંઈ બને છે તે સર્વજીવવાદની ભાવના અનુસાર સમજાવવામાં આવે છે. અનિષ્ટની સમજણ જીવાદનો આશ્રય લઈને કે અનેકેશ્વરવાદને આશરો લઈ આપવામાં આવે ત્યારે અનિષ્ટની સર્વગ્રાહીતા અને વ્યાપક્તાનો સ્પષ્ટ ખ્યાલ પમા નથી. પરંતુ જ્યારે એકેશ્વરવાદની કક્ષાએ અનિષ્ટનો પ્રશ્નની વિચારણા કરવામાં આવે ત્યારે એ પ્રશ્નને વિવિધ દૃષ્ટિબિંદુઓથી અવલેક જરૂરી બને છે. 7, કર્મ: પરિણામ મરણોત્તર અવસ્થાઃ ઉપર આપણે ધર્મોને નીતિવિચાર રજૂ કર્યો. એમાં વ્યક્તિ જ્યાં સુધી સમાજમાં જીવે છે ત્યાં સુધી એણે કાર્ય કરવાનું છે એમ સ્વીકારીને, સમાજના અન્ય છે સાથેનું કાર્ય શેના પર આધારિત થવું જોઈએ, એની વાત કરી. વ્યક્તિને રુચિકર કાર્ય થાય તો એને સંતોષ થાય તેમ જ અન્યને પણ વ્યકિતના એવા કાર્યથી સંતોષ થાય એ એનું સહજ પરિણામ હેય. છતાં પણ એવા પ્રસંગે આવે છે, જ્યારે વ્યક્તિ એવાં કાર્યો કરે, જે એણે કરવાં જોઈએ નહીં. આવાં કાર્યોનું પરિણામ શું આવે એ પણ સમજી શકાય એવી વાત છે. આ ઉપરાંત, કાર્ય કરવાથી પસંદગી કે નાપસંદગી થતી હોય એમ પીકારીએ એટલે કાર્યનું પરિણામ આવે છે એમ સ્વીકારવા બરાબર થાય. એવું કહી શકાય ખરું કે વ્યક્તિ જે જે કર્મ કરે છે એ બધાનું જ પરિણામ એને તત્કાળ અથવા ચાલુ જીવન દરમ્યાન મળી જાય છે? માનવજીવનની આયુમર્યાદાને સ્વીકાર કરીએ તે આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ હકારમાં આપવો શક્ય નથી અને એથી જ એ અંગે પણ ધર્મમાં વિચારણા કરવામાં આવી છે. આમ ઉપર રજૂ કરેલ મથાળામાં ત્રણેયને સાંકળવામાં આવ્યા છે. છે . '