________________ ધર્મબોધ વિષય તુલના 347* માર્ગોની વિશિષ્ટરૂપે રજૂઆત થઈ છે, તે બધા જ માર્ગોને, જે કઈ એક ધર્મમાં સ્વીકાર કરવામાં આવ્યો હોય તે તે, હિંદુધર્મમાં થયું છે. કન્ફયુશિયન અને ખ્રિસ્તી ધર્મમાં સમાજસેવાનાં કાર્યોને અગત્ય આપવામાં આવી છે અને એની સાથે કન્ફયુશિયનધર્મમાં સમાજના નિયમોના પાલનની. વિચારણું થઈ છે ત્યારે, ખ્રિસ્તી ધર્મમાં સમાજસેવાનાં કાર્યો ઉપરાંત અનિષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે પ્રેમભાવ અને ઈશ્વરકૃપાની વાત રજૂ થઈ છે. અનિષ્ટમાંથી મુક્ત થવાના અને સૂચવાયેલા વિવિધ માર્ગો વ્યક્તિજીવનમાંથી અનિષ્ટની નાબૂદી કેમ થાય તે સૂચવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે અનિષ્ટ માત્ર વ્યક્તિજીવનમાં જ નહીં પરંતુ સમાજજીવનમાં પણ વ્યાપ્ત છે. આથી જેમ વ્યક્તિ અનિષ્ટમાંથી મુક્ત બની પિતાને ઉત્કર્ષ સાધી શકે એમ સમાજના ઉત્થાન માટેની કોઈ વ્યવસ્થા કે વિચારણે આ ધર્મોમાંથી પ્રાપ્ત થાય છે. ખરી કે કેમ? સમાજ ઉત્થાનની વ્યવસ્થામાં હિંદુધર્મમાં વર્ણ વ્યવસ્થાને વિચાર થયું છે. એની વિસ્તૃત વિચારણા આપણે બીજા વિભાગમાં કરી છે એટલે એનું પુનરાવર્તન અહીં નહીં કરીએ. ખ્રિરતીધર્મમાં સમાજ ઉત્થાનને પાયે પરસ્પરના પ્રેમ અને સહકાર તથા પ્રભુની કૃપા પર આધારિત કરવામાં આવ્યો છે. સમાજનું સાચું ઉત્થાન ત્યારે જ શક્ય છે જ્યારે આ સૃષ્ટિ પર પ્રભુનું સામ્રાજ્ય સ્થપાય. તાઓ ધર્મમાં પ્રકૃતિ અનુસાર જીવન ગાળવું એ એક માત્ર બેજના વ્યક્તિના તેમ જ સમાજના ઉત્થાન માટે વિચારાઈ છે. જનધર્મ અને બૌદ્ધધર્મમાં સમાજના ઉત્થાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. કારણ કે કેન્દ્રસ્થાને વ્યક્તિની જ વિચારણા થઈ છે. કન્યુશિયનધર્મમાં, સમાજના ઉત્થાનતા માર્ગ તરીકે, પરસ્પરના સારા સંબંધોની ખિલવણીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી અનિષ્ટ તત્ત્વનો વિનાશ ન થાય ત્યાં સુધી સમાજના ઉત્થાનની શક્યતા સંભવિત નથી એમ કહી જરથુરતધર્મ સમાજના ઉત્થાનને માટે ઈષ્ટને પડખે માનવજેતે રહેવું જોઈએ, અને સાથે અનિષ્ટનો સામનો કરવો જોઈએ એવો વિચાર રજૂ કરે છે. સામાજિક ઉત્થાની ઈસ્લામની વિચારણે વ્યક્તિગત ઉત્થાનને મળતી છે. અલ્લાહનું શરણુ બધા સ્વીકારે ત્યારે જ સમાજ ઉત્થાન શક્ય છે અને એથી ઈલામની સત્તા વધારવાને માટે જરૂર પડે તે બળનો ઉપયોગ પણ કરવો જોઈએ એવો ઇસ્લામનો દેશ છે. કદાચિત એથી જ ઇસ્લામના પ્રસારણમાં બળને ઉપયોગ થયું છે અને એ રીતે જ એને પ્રસાર અન્ય દેશમાં થશે છે. અને જે મુસલમાનોને આ ઝનૂની વિસ્તાર પ્રયાસ ફ્રાંસમાં રોકવામાં ન આવ્યું હતું તે