________________ 345 ધર્મબેધ વિષય તુલના અવલોકતાં, ખ્રિસ્તીધર્મ, ઈશ્વર, સમાજ અને વ્યક્તિ એ ત્રણેને અનિટ માટે જવાબદાર ગણે છે. ઈશ્વર અનિષ્ટ માટે જવાબદાર છે કારણકે માનવનું સર્જન ઈશ્વરના હાથે થયું હોવા છતાં એણે માનવને અનિષ્ટ કરવાની સ્વતંત્રતા આપી. ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું પ્રથમ સર્જન કર્યું ત્યારે અનિષ્ટ તત્ત્વને અભાવ હતો. પરંતુ માનવની સ્વતંત્રતાને પરિણામે અનિષ્ટ નીપજ્યું અને તેથી અનિષ્ટના અસ્તિત્વમાં ઈશ્વરની જવાબદારી નકારી શકાય નહીં. અનિષ્ટ માટે ઈશ્વર ઉપરાંત વ્યક્તિ પોતે પણ જાબદાર છે. વ્યક્તિને પસંદગીની સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પણ જે તે વૈચ્છિક રીતે અઈચ્છિતને સ્વીકાર કરે અને સારું કામ કરવાને બદલે પાપકર્મ કરે તે એ માટે વ્યક્તિ પણ એટલી જ જવાબદાર છે. પરંતુ ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વર અને વ્યક્તિ ઉપરાંત અનિષ્ટની જવાબદારી સમાજની ઉપર પણ નાંખવામાં આવી છે. પા૫ અવકાશમાં નીપજતું નથી. સંજોગે, પરિસ્થિતિ એને માટે જવાબદાર હોય છે. સમાજ પિતે જ એક આવી પરિસ્થિતિ છે અને પિતે જ આ એક સંજોગ પણ છે. પાપની વૃદ્ધિમાં સમાજે વંશ પરંપરાગત પાપને ચાલુ રાખ્યું, તથા એની વ્યાપકતા વધવા દીધી એટલે અંશે, અનિષ્ટ માટે સમાજ પણ જવાબદાર છે. 1 ખ્રિસ્તી ધર્મન, અનિષ્ટ માટેની સમાજની આ જવાબદારીને ખ્યાલ, આધુનિક સમયમાં સવિશેષ ધ્યાન ખેંચી રહ્યો છે. જગતમાં પ્રવર્તતી અસમાનતાનું કારણ સમાજ પોતે જ છે એ ખ્યાલ પર વિવિધ રાજકીય વિચારણાઓ પ્રાપ્ત થાય છે. અનિષ્ટના અસ્તિત્વમાં વ્યક્તિનો હિસ્સો જે હોય તે, પરંતુ સમાજના હિસ્સાને સ્વીકાર એટલે સુધી થાય છે કે, જ્યાં સર્વ અનિષ્ટો માટે એક સમાજ જ જવાબદાર ગણાય છે, અને વ્યક્તિને એમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અથવા તે એમ કહેવું વધુ વાજબી કહેવાશે કે અનિટની જવાબદારી સમાજના શિરે ઢળ્યા પછી એને ભાર સમાજના એક નિશ્ચિત વર્ગ પર ઢાળવામાં આવે છે. કેમ જાણે તે વગ અનિટને માટે સંપૂર્ણપણે એક જ જવાબદાર ન હોય ? જે અનિષ્ટનું અસ્તિત્વ હોય, અને જો એ માટે કઈને જવાબદાર લેખી શકાય એમ ન હોય તે, પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અનિષ્ટ કેવી રીતે નીપજે છે? હિંદુધર્મ અનુસાર અનિષ્ટ એ બ્રાંતિમય છે અને જયાં સુધી જીવને બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન હોય ત્યાં સુધી આ ભ્રાંતિ ચાલુ રહે છે. અનિષ્ટને માટે કઈ જવાબદાર નથી એમ કહેવામાં હિંદુધર્મ અનિષ્ટ વિશે આવી સમજ આપે છે. ઇસ્લામધર્મ અનિષ્ટ નીપજવા વિશે એમ સમજાવે છે કે સાચે મુસ્લિમ