________________ 344 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઈષ્ટની વ્યાપકતા વધે, તે કદીક અનિષ્ટની વ્યાપક્તા વધે, એમ બનવા છતાં, એકંદરે ઈષ્ટ અને અનિષ્ટની વ્યા૫ક્તા અડધી અડધી છે, એમ સ્વીકારાયું છે. પરંતુ આપણે આગળ જોઈશું તેમ છેવટે તે ઈષ્ટની જ વ્યાપકતા રહેવાની છે એ વિચાર એ ધર્મમાં રજૂ થયો છે. હવે જે વિચારણા હાથ ધરવાની છે તે અનિષ્ટ તત્ત્વ માટે કેને જવાબદાર લેખી શકાય તે વિશેની છે. અહીંયાં પણ આપણે એ જોઈશું કે જે જે ધર્મોએ અનિષ્ટનો સ્વીકાર કર્યો છે, અને તેને સંપૂર્ણ વ્યાપક્તા કે મર્યાદિત વ્યાપતા આપી છે, એવા ધર્મોમાં પણ, એની જવાબદારીને દોષ કેઈ નિશ્ચિત તવ પર મૂકવામાં આવ્યું નથી. હિંદુધર્મમાં અનિષ્ટ તત્તને મિથ્યા કહ્યા પછી એને માટે કોઈ જવાબદાર નથી એમ કહેવામાં આવે ત્યારે એ એની સર્વાગ સુસંગતતા અનુસાર છે એમ કહી શકાય. પરંતુ જૈનધર્મ, બૌદ્ધધર્મ, જેઓએ અનિષ્ટને અનાદિ તત્ત્વ તરીકે સ્વીકાર કર્યો છે અને, બૌદ્ધધર્મે જેને સર્વવ્યાપક તરીકે અને જૈનધર્મે જેને અર્ધવ્યાપક તરીકે સ્વીકાર કર્યો છે, એ બે ધર્મો એ મત પ્રદર્શિત કરે છે કે અનિષ્ટ માટે કોઈ જવાબદાર નથી; એટલું જ નહીં પરંતુ ઇલામધર્મ અને તાઓધર્મ જેઓ અનિષ્ટની વ્યાપકતા મર્યાદિત પ્રમાણમાં છે એમ સ્વીકારે છે, તેઓ પણ અનિષ્ટ તત્ત્વના અસ્તિત્વ માટે કોઈને જવાબદાર લેખતા નથી, તે સમજી શકાય એમ નથી. વિશ્વના માત્ર ત્રણ ધર્મો અનિષ્ટની જવાબદારી સમજાવવા પ્રયાસ કરે છે. કફ્યુશિયનધર્મ અનુસાર આજ્ઞા–પાલનને અભાવ તથા શ્રેષ્ઠ ગુણને માનવમાં અભાવ એ અનિષ્ટ માટે જવાબદાર છે. આને અર્થ એમ થયું કે કન્ફયુશિયનધર્મ અનુસાર માનવ પોતે અનિષ્ટને માટે જવાબદાર છે. જરથુસ્તધર્મમાં અનિષ્ટની જવાબદારી એંગ્રામઈયુ પર મૂકવામાં આવી છે. આપણે આગળ જોયું છે તેમ જરથુસ્તધર્મમાં અનિષ્ટનાં દળોની નેતાગીરી ઍગ્રામઈયુના હાથમાં છે. પરંતુ અહીં એક વાત એ પણ નોંધવી જોઈએ કે અનિષ્ટ માટેની જવાબદારી એંગ્રામન્યુની હોવા છતાં નર્કમાં જ્યારે એંગ્રામન્યુ એના અનુયાયીઓને જુએ છે ત્યારે એમને એ સહભાગી તરીકે, સહાયક તરીકે, આજ્ઞાધીન તરીકે સ્વીકારતા નથી, પરંતુ એમના તરફ એક પ્રકારની ધૃણા સેવે છે. અનિષ્ટની જવાબદારીને ખ્યાલ બહુ જ સુંદર રીતે ખ્રિસ્તી ધર્મમાં પ્રાપ્ત થાય છે. અનિષ્ટનું સાચું વિશ્લેષણ કરતાં, અને અનિષ્ટને એના સર્વગ્રાહી અર્થમાં