________________ ધર્મબેધ વિષય તુલના 343 આ કોઠા ઉપરથી જોઈ શકાશે કે બૌદ્ધધર્મ, જૈનધર્મ જેવા ધર્મો અનિષ્ટને સત્ય તરીકે સ્વીકારે છે જ્યારે હિંદુધર્મ અને અસત્ય તરીકે અથવા મિથ્થા તરીકે લેખે છે. ખ્રિસ્તી ધર્મ અનિષ્ટને શરૂઆતથી નહીં પરંતુ સૃષ્ટિના ક્રમના અમુક સમયે પ્રવેશ્યાનું જણાવે છે, તે બીજી તરફ જૈનમત અને બૌદ્ધમતની સાથે જરથુસ્તધર્મ એ બાબતમાં સંમત થાય છે કે અનિષ્ટ અનાદિ છે, પરંતુ એમનાથી એ બાબતમાં જુદો પડે છે કે તે સત્ય નથી અને એથી એ અનંત નથી. આના અનુસંધાનમાં આપણે એ પણ સેંધવું જોઈએ કે તાઓ ધર્મ અનિષ્ટને સ્વીકાર કરવા છતાં અનિષ્ટને ઝાઝું મહત્વ નહીં આપતા, તેની ઉપેક્ષા કરવી જોઈએ એમ જણાવે છે. ઇસ્લામ અનિષ્ટને સાપેક્ષ દષ્ટિએ મિથ્યા લેખે છે. અનિષ્ટના સ્વરૂપ વિશેની વિવિધ ધર્મોની માન્યતાને આપણે ઉપર વિચાર કર્યો. અનિષ્ટના સ્વરૂપને આધારે અનિષ્ટ વિશેના અન્ય પ્રશ્નોની વિચારણા ધર્મમાં થઈ છે. અનિષ્ટની વ્યાપક્તા વિશે પણ આથી જ વિવિધ વિચાર રજૂ થયા. છે. એક તરફ હિંદુધર્મમાં કહેવાયું છે કે અનિષ્ટ ન હોવાને પરિણામે, અથવા તો અનિષ્ટ મિથા હવાને પરિણામે, અનિષ્ટની વ્યાપક્તા નથી. હિંદુધર્મમાં કહેવાયું છે કે સર્વમ વહુ રૂમ બ્રહ્મ અને જે સર્વ કંઈ બ્રહ્મ સ્વરૂપ જ હોય તે અનિષ્ટ ક્યાંથી સંભવી શકે ? બ્રહ્મના સર્વવ્યાપકપણે સાથે અનિષ્ટના વ્યાપકપણુની અસંગતતા આથી ર૫ષ્ટ થાય છે. પરંતુ હિંદુધર્મથી તદ્દન બીજા છેડાને વિચાર ખ્રિસ્તી ધર્મમાં જોવા મળે છે. જીવન સમસ્તમાં અનિષ્ટ વ્યાપ્ત થયું છે તથા એક અનિષ્ટ બીજા અનિષ્ટ તરફ લઈ જાય છે એમ ત્યાં કહેવાયું છે. અનિષ્ટની વ્યાપકતા વિશે બૌદ્ધધર્મને મત પણ ખ્રિસ્તી ધર્મને મળતું છે. બૌદ્ધધર્મમાં કહેવાય છે. સર્વમ્ વહુ રૂમ ડુમ્ સુવિમ્ ! દુઃખ સર્વત્ર વ્યાપ્ત છે અને એથી અનિષ્ટની વ્યાપકતા પણ સર્વત્ર છે. આ બે અંતિમ વિરોધી મતોની વચ્ચે બે જુદાં જુદાં મધ્યબિંદુઓ આપણને પ્રાપ્ત થાય છે. ચીનના કન્ફયુશિયનધર્મ અને તાઓધર્મના મતે જગતમાં અનિષ્ટની વ્યાપક્તા ખૂબ ઓછા પ્રમાણમાં છે, ત્યારે બીજુ બિંદુ જનધર્મ અને જરથુસ્તધર્મમાં પ્રાપ્ત થાય છે. આ બંને ધર્મોમાં એમ કહેવાયું છે કે અનિષ્ટની વ્યાપતા ઈષ્ટની વ્યાપકતા જેટલી જ છે–એટલે કે અડધા જગતમાં ઈષ્ટ વ્યાપ્ત છે. જૈન ધર્મના મતે જડ પદાર્થ આત્માથી ભિન્ન છે અને જડતત્વ સદાયે દુ:ખરૂપ હોય છે. અડધું જગત જડતત્વથી વ્યાપ્ત છે અને અધું જગત આત્મતત્ત્વથી વ્યાપ્ત છે. એથી અનિષ્ટની વ્યાપક્તા પણ એ અનુસાર રહી છે. જરથુસ્તધર્મમાં ઈષ્ટ અને અનિષ્ટ વચ્ચેને સંધર્ષ રવીકારવામાં આવ્યો છે. સૃષ્ટિના સર્જનથી શરૂ થઈ આ સંઘર્ષ ચાલ્યો આવે છે અને કદીક