________________ ધર્મબોધ વિષય તુલના 323 શકાય એ એક પ્રશ્ન છે. જરથુસ્તધર્મની ઈશ્વરભાવનાની વિચારણા કરતી વખતે આ મુદ્દાની વિસ્તૃત રજૂઆત કરવાની રહેશે. કન્ફયુશિયનધર્મમાં “લી” અને “જેન” ઉપરાંત “તાઓને પણ સ્વીકાર થયેલ છે એ આપણે આગળ જોયું. કફ્યુશિયન ધર્મની માન્યતા અનુસાર “તાઓ” સૃષ્ટિનું પરમતત્ત્વ છે અને “લી” અને “જેન” બંને એની સાથે સંકળાયેલા છે. તાઓ ધર્મમાં પણ પરમતત્વ તરીકે જેને સ્વીકાર થયો છે એને “તાઓ” નામ આપવામાં આવ્યું છે. ચીનના ધર્મઇતિહાસમાં સમય સમય અનુસાર “તાઓને અર્થ પલટાતો રહ્યો છે એ આપણે જોયું. કન્ફયુશિયનધર્મ અને તાઓ ધર્મમાં તાઓના સમાન અથી સ્વીકારની વાત નથી. તાઓ ધર્મમાં “તાઓ” એક માર્ગ ઉપરાંત વિશ્વનું એ એક જ અમૃત તત્ત્વ પણ છે. શિધર્મમાં દૈવીતત્તને પરમતત્વ તરીકે ઓળખાવી શકાય. આ દૈવીતત્ત્વ તે સૂર્યશક્તિ છે. કારણકે એમનામાંથી જે જાપાનની અને એના રાજ્યક્ત તથા એના ધર્મની ઉત્પત્તિ થઈ છે. પરંતુ આવું મર્યાદિત સત્તાવાળું તત્વ કદીયે પરમતત્ત્વ તરીકે શી રીતે સ્વીકારી શકાય ? હકીકતમાં શિધર્મમાં પરમતત્વની વાત જ નથી. એનું કારણ એ છે કે પ્રત્યેક ધર્મની સ્થાપના કોઈ એક તાત્વિક પાયા પર થયેલી છે. એવો કોઈક તાત્ત્વિક પાયે શિધર્મ માટે ઉપલબ્ધ નથી. ખ્રિસ્તી ધર્મને પરમતત્વને ખ્યાલ સમજવા માટે ખ્રિસ્તી ધર્મના ત્રિસ્વરૂપના ખ્યાલમાં ઈશ્વરને પિતા તરીકે આલેખે છે તેમાંથી પ્રાપ્ત થાય છે. સૃષ્ટિપિતા એ એક જ તત્ત્વ છે અને એ તત્વમાંથી અન્ય સર્વ નિષ્પન્ન થાય છે. અહીંયાં આપણે હિંદુ ધર્મના પરમતત્વના ખ્યાલની સાથે ખ્રિસ્તી ધર્મના પરમતત્વના ખ્યાલની તુલના કરવી જોઈએ. હિંદુધર્મનું પરમતત્વ એક એવી તવિક સત્તા છે જે સર્વસ્વ અને સર્વોપરી છે. સૃષ્ટિ અને જીવ એ એક પરમતત્ત્વને આવિર્ભાવ છે અને એથી એ પરમતત્વથી ભિન્ન નથી. ખ્રિસ્તી ધર્મમાં સૃષ્ટિ અને જીવની ઉત્પત્તિ ઈશ્વરપિતામાંથી થયા છતાં, એ બંનેને ઈશ્વરથી ભિન્ન તરીકે આલેખવામાં આવે છે. આથી પરમતત્વની એકતાનો જે વ્યાપક ખ્યાલ હિંદુધર્મમાં પ્રાપ્ત થાય છે તે વ્યાપક ખ્યાલ, ખ્રિસ્તી ધર્મની પરમ સત્તામાં થતું નથી. વળી, હિંદુધર્મની બ્રહ્માજીવ એક્ટની કલ્પના ખ્રિસ્તી ધર્મમાં સ્વીકાર્ય નથી. આ પણ છેડી વિચારણું માંગી લે છે. જે માનવી ઈશ્વરના પરમતત્વના પુત્ર હોય તો એના અંશને સાનુરૂપ એ કેમ ન બની શકે એ એક કોયડો છે.