________________ ધર્મધ વિષયતુલના 335 આથી પ્રવર્તમાન ધર્મો નીતિજીવનને અગત્ય આપે છે અને માનવીનું નીતિજીવન કેવું હોવું જોઈએ એને ખ્યાલ આપે છે. આ ખ્યાલ આપતી વખતે જે વિચારણું આપણે આગળ રજૂ કરી છે એને અનુલક્ષીને વિવિધ ધર્મોના નીતિજીવન વિચારે અંગેની સમીક્ષા આગળ ઉપર કરીશું. હિંદુધર્મમાં કહેવાયું છે: “જે વર્તણૂકથી તમને પિતાને દુઃખ થાય તેવી વર્તણૂક બીજા સાથે રાખશો નહીં. મનુષ્યના કર્તવ્યોને બધે સાર આ છે.”૨૫ જરથુસ્તધર્મમાં કહેવાયું છે. જે વાત તમને પિતાને ગમતી ન હોય તે વાત બીજાને પણ ન ગમે એ ધ્યાનમાં રાખવું. જ્યારે તમે આ પ્રમાણે વર્તશે ત્યારે તમે ધર્મિક અને પવિત્ર ગણાશે.૨૬ વળી એ જ ધર્મમાં એમ પણ કહેવાયું છે: “જે ઈર્ષ્યાથી સારા માણસને શિક્ષા કરવામાં આવે તો દરેક માણસે એમ સમજવું કે એ શિક્ષા પિતાને જ થઈ છે.”૨ 7 નીતિનિયમને આધાર આપવા ઉપરાંત, નીતિવાન માણસ કોને કહી શકાય, એને ખ્યાલ આપતા આ ધર્મમાં કહેવાયું છે: પતાને જે કાર્ય ન ગમે તે કાર્ય બીજાને અનુલક્ષીને માણસ ન કરે ત્યારે સમજવું કે તે માણસ સજજન છે. 28 ચીનના બંને ધર્મોમાં નીતિજીવન ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તાઓધર્મમાં કહેવાયું છે : “તમને કોઈએ નુક્સાન કર્યું હોય તો પણ તમે એનું ભલું કરજે.”૨૯ વળી નૈતિક આચરણની વધુ સમજ આપતા એ ધર્મમાં કહેવાયું છે: “જે લોકો મારી સાથે ભલી રીતે વર્તે છે, તેમની સાથે સારી રીતે વર્તે છું, પરંતુ જે લોકો મારી સાથે સારી રીતે વર્તતા નથી તેમની સાથે પણ હું સારી રીતે વર્તે છું. મારા આમ કરવાથી બધાને જ સારી રીતે વર્તવાની ફરજ પડે છે. જે લોકો મારા ઉપર શુદ્ધ અંતઃકરણથી પ્રેમ રાખે છે તેમના ઉપર હું પણ તે જ પ્રેમભાવ રાખું છું, પરંતુ જે લોકો મારા પર એ પ્રેમભાવ રાખતા નથી 25 મોનીઅર વિલિયમ્સ, ઇન્ડિયન વિઝડમ–મહાભારત, 5 : 1517 26 સેક્રેડ બુક્સ ઑફ ધી ઇસ્ટ, 24 : 330 27 એજ, 37 : 5 28 એજ, 18 : 271 29 એજ, 39 : 106