________________ 336 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. તેમના ઉપર પણ હું પ્રેમભાવ રાખું છું. મારા આમ કરવાથી બધાને અરસપરસ પ્રેમભાવ રાખવાની ફરજ પડે છે.”૩૦ નીતિ આચરણને આધાર આપતા વિવિધ ધર્મના ઉગારે કેટલા બધા મળતાં હોય છે એને ખ્યાલ કન્ફયુશિયન ધર્મના આ કથન પરથી મળે છે. જે વર્તણૂક તમને પિતાને ગમતી ન હોય તેવી વર્તણૂક બીજાઓ સાથે રાખશે નહિ. આ બાબત પર કન્ફયુશિયનધર્મમાં એટલે બધે ભાર મૂકવામાં આવ્યો છે કે કન્ફયુશિયનધર્મનાં વિવિધ શાસ્ત્રોમાંથી એનાલેકટસમાં ત્રણ વખત અને મહાવિદ્યા, મધ્યમમાર્ગ તથા લીકીમાં એકેક વખત આને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. 31 બૌદ્ધધર્મમાં પણ નીતિજીવનને માટે વિશિષ્ટ પ્રકારે રજૂઆત થઈ છે. “હે રાહુલ! એવું કોઈ કાર્ય છે જેને કરવાની તને ઇચ્છા હોય? તે પછી તું આ પ્રમાણે વિચાર આ કામથી મને નુકસાન થાય એવું છે, કે અન્યને નુકસાન થાય એવું છે કે, અમને બધાને નુકસાન થાય એવું છે ? જો તેમ હોય તે તે કામ ખરાબ છે. કારણ કે તે બધાને દુઃખ આપે છે. આવું કામ તારે કંઈપણ દિવસ કરવું નહીં.”૩૨ બુદ્ધની ઉપદેશ આપવાની સંસરી રીતને અહીં ખ્યાલ આવે છે. પરંતુ બીજી જગ્યાએ નીતિમય જીવનને આધાર દર્શાવતા કહેવાયું છે: “વ્યક્તિ જેમ પિતાની સાથે વર્તે છે તેમ તેણે બીજા સાથે પણ વર્તવું. 33 - યદદીધર્મમાં કહેવાયું છેઃ “હે મારા બાળ! જે કામ કરે તેની અંદર બબર કાળજી રાખજે અને બધાની સાથે વિવેકથી વર્તજે. જે વાત તને પિતાને ગમતી ન હોય તે વાત બીજાના સંબંધમાં તું કરીશ નહિ.૩૪ અને વળી કહેવાયું છેઃ “બીજાઓની જે વર્તણૂક તને પિતાને ગમતી ન હોય તે વર્તણૂક તું બીજાઓની સાથે રાખીશ નહિ.”૩૫ 30 એજ, 39 : 91 31 એજ, 28 : 305 32 મિસિસ રાઈઝ ડેવીસ, બુદ્ધિઝમ - મઝીમ નિકાય, પા. 25 33 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 4H 182 34 ટોબિટ, 4H 14 - 15 5 બેબિલોનિયન સબાથ, 31 25