________________ 338 ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરીને, જીવનમાં પ્રેમપૂર્વકના સત્યાગ્રહને આગ્રહ રાખી, એમણે એ એમના જીવનમાં કેવી રીતે ચરિતાર્થ કર્યું એ એમને ગોળીએ દેવાયા છતાં એમના જીવનના છેલ્લા શબ્દો “હે રામ!'માં પ્રત્યક્ષ થાય છે. જેના અંગેઅંગમાં અને રોમેરોમમાં રામભાવના પ્રસરી ન હોય એ સિવાય કે ના મુખે આ ઉદ્ગાર સંભવે ? અત્રે રજૂ કરવામાં આવેલ વિવિધ ધર્મોના નીતિ આચરણના આધાર વિશે આપણે એ જોઈ શકીએ છીએ કે લગભગ બધા જ ધર્મોમાં એક પ્રકારની નિકટતમ સમાનતા છે કેઈ ધર્મ અનીતિ આચરો એમ કહેતું નથી, તેમ જ કઈ ધર્મ નીતિનો ઇન્કાર કરતા નથી. નીતિમય જીવનનું મહાભ્ય પ્રત્યેક ધર્મ સ્વીકારે છે એ જ હકીકત એ બાબતની સાક્ષી સમાન છે કે નીતિજીવન, ધર્મ જીવનની અનિવાર્ય પૂર્વતૈયારી છે. ઉપર રજૂ કરેલ ધર્મવિચારણામાંથી આપણે એટલું કહી શકીએ કે લગભગ પ્રત્યેક ધર્મ નીતિઆચરણના આધાર વિશે ત્રણ બાબતોમાં એકમત છે. એક, સ્વને કેન્દ્રસ્થાને મૂકી નીતિઆદર્શ મેળોઃ અહીં “વને કેન્દ્રમાં રાખવો એટલે પિતાને અનુકૂળ એવી નીતિને સોફિસ્ટેએ રજૂ કરેલે વિચાર નહીં, પણ કેને રજૂ કરેલા વિચાર અનુસાર છે. પિતાને અરુચિકર હોય, પિતાને અસ્વીકાર્ય હેય, પિતાને અગવડકર્તા હોય એ બીજાને રુચિકર, રવીકાર્ય કે સગવડકર્તા શી રીતે બની શકે ? બીજુ, આંતરદર્શન કરી, બાહ્ય આચરણ નક્કી કરેઃ નીતિ આચરણું બહારથી આપવામાં આવેલા આદેશ અનુસારનું હોય છે એમ આપણે ઉપર કહ્યું છે. જે નીતિ આદેશ, ધર્મ આપે છે, અથવા તે નીતિઆચરણને જે આધાર ધર્મ આપે છે, એ બહારથી લદાયેલ કોઈ આદેશ કે નિયમ નથી, પરંતુ પિતાની અંદર ખોજ કરી, આંતરદષ્ટિથી મેળવાયેલ આદેશ છે. આથી ધર્મ દ્વારા પ્રસ્થાપિત નીતિ આચરણ ધર્મજીવનના પાયા સમાન બને છે. ત્રીજ, આંતર-બાહ્ય જીવન સુસંગતા આપણે ઉપર નોંધ્યું છે તેમ, માત્ર નીતિજીવનમાં એવી સંભવિતતા છે કે વ્યક્તિ આંતરિક રીતે જે આદેશને સ્વીકાર ન કરે, તે અનુસારનું બાહ્ય જીવન છે. ધર્મ દ્વારા અપાયેલ નીતિઆચરણને આધાર આવી બાહ્ય-આંતર જીવનની અસંગતતાને અસ્વીકાર કરે છે. કારણકે આવી અસંગતતામાંથી જ દંભ, અતિરેક અને જૂઠાણાનો ઉદ્ભવ થાય છે. આંતરિક જીવન અને બાહ્ય જીવનની સુસંગતતા જ્યારે નીતિના ક્ષેત્રમાં પામી શકાય ત્યારે ધર્મ છવનનાં વધુ સોપાને સિદ્ધ કરવા