________________ 30 ધનું તુલનાત્મક અધ્યયન આટલી રજુઆત કર્યા પછી અનિષ્ટના ખ્યાલ વિશે જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે એની રજૂઆત કરી વિચારણું કરીએ. ' અનિષ્ટ એટલે શું ? એની વ્યાપક્તા કેટલી ? જગતમાં અનિષ્ટ શાને કારણે અસ્તિત્વ ધરાવે છે, તથા એને માટે કોને જવાબદાર લેખી શકાય? અનિષ્ટ અંતિમ છે ખરું ? જે એ અંતિમ હોય, તે એમાંથી મુક્તિ ક્યી રીતે પ્રાપ્ત કરી શકાય? અનિષ્ટની વ્યાપક્તા વ્યક્તિજીવન ઉપરાંત સમાજજીવનમાં પણ હોય તે સમાજજીવનમાંથી અનિષ્ટની નાબૂદી કઈ રીતે કરી શકાય? જે ધર્મોએ અનિષ્ટ વિશે વિચારણું કરી છે તેમાં આ પ્રશ્નના ઉત્તર આપવાને પણ પ્રયાસ * કર્યો છે. અત્રે આપેલા કોઠા ઉપરથી વિવિધ ધર્મો અનિષ્ટના અસ્તિત્વ અને એમાંથી ઉપસ્થિત થતા અનેક પ્રકને વિશે, શું બેધ આપે છે એને ખ્યાલ આવશે.