________________ ધર્મધ વિષય તુલના 337 નીતિજીવન વિશે ખ્રિસ્તી ધર્મમાં તે ખૂબ ભારપૂર્વક કહેવાયું છે. જેમ કન્ફયુશિયનધર્મ જેવા સાથે તેવાને બોધ આપે છે અને તાઓ ધર્મ ખરાબ સાથે પણ સારાને બોધ આપે છે તેમ જ મૂહૂદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચે પણ કહી શકાય. યહૂદી ધર્મમાં વિવેકની વાત સ્વીકારાઈ છે અને અરસપરસના સમાન આચરણની રજૂઆત થાય છે. પરંતુ ખ્રિસ્તી ધર્મમાં તે કંપની સામે પણ પ્રેમને વ્યવહાર કરવાનું કહેવાય છે. “તમે જ્યારે એમ ઈચ્છા રાખો કે બીજાઓ તમારી સાથે અમુક પ્રકારનું વર્તન કરે ત્યારે તમારી પણ એ ફરજ છે કે તેમની સાથે તમે પણ તેવું જ વર્તન રાખે.”૩૬ અને અરસપરસના સમાન આચરણ વિશે વધુમાં કહેવાયું છે, “બીજાઓ પાસેથી જે વર્તનની તમે આશા રાખે છે તે જ જાતનું વર્તન તમારે અન્ય સાથે રાખવું જોઈએ.”૩૭, પરંતુ અરસપરસના સમાન આચરણ ઉપરાંત ખ્રિસ્તી ધર્મમાં ભ્રાતૃભાવની ભાવના પર, ક્ષમાભાવના પર અને પ્રેમભાવના પર ભાર મૂકવામાં આવ્યો છે. એમાં કહેવાયું છે: “હું તમને કહું છું કે તમને જે લોકો ત્રાસ આપતા હોય તેમને માટે અને તમારા શત્રુઓને માટે તમે ઈશ્વરને પ્રાર્થના કરે. જેથી આકાશમાં રહેતા પિતાના પુત્ર તરીકે તમે તમારી ફરજ બજાવી શકે. આ પ્રમાણે વર્તવાનું કારણ એ છે કે ઈશ્વર પોતે સારા અને ખરાબ માણસોને ભેદ સ્વીકાર્યા વિના બધાને જ સૂર્યને પ્રકાશ આપે છે, અને ન્યાયી અને અન્યાયી માણસોને ભેદ પાડ્યા વિના, બધે જ વરસાદ વરસાવે છે. "38 વિવિધ ધર્મોમાં નીતિ આચરણ માટે રજૂ કરેલ આધાર અને વિચારની સમાલોચના કરીએ તે પહેલાં આ તબક્કે એક વાત નેંધી લેવી જરૂરી છે. જિસસે પિતાના આદર્શોને પિતાના જીવનમાં ચરિતાર્થ કર્યા છે. સ્નેહ અને ક્ષમાની સાક્ષાત મૂર્તિ સ્વરૂપે, પિતાને વધસ્થળે મુક્યા ત્યારે પણ એમણે ઉચ્ચારેલ કથન, “પ્રભુ તું એમને ક્ષમા કરજે. કારણકે તેઓ જાણતા નથી કે તેઓ શું કરે છે,”૩૯ શત્રઓ પ્રત્યે પ્રેમભાવ અને દયાના સાક્ષાત દર્શન નથી કરાવતું ? આધુનિક સમયમાં મહાત્મા ગાંધીજીના જીવન વિશે પણ આમ જ કહી શકાય એમ છે. પિતાના ધર્મને પાયે એમણે સત્ય અને અહિંસાની બે આધારશિલાઓ પર 36 મેથ્ય, 7:12 37 લૂક, 6:31 38 મેથ્ય, 5 : 44 - 45 39 લૂક, 23 : 34