________________ ધર્મબોધ વિષય તુલના 333 ઈસ્લામમાં છવના સ્વરૂપનો ખ્યાલ મેળવવો કેટલે મુશ્કેલ છે તેની રજૂઆત કરતાં અને એ સાથે જીવના સ્વરૂપને ખ્યાલ આપવાનો પ્રયાસ કરતા કથનની રજૂઆત કરતાં વિડજેરી૨૪ નેંધે છે: “કુરાનના મુરિલમ અને બિન-મુસ્લિમ અભ્યાસકેને જે એક મુશ્કેલ પ્રશ્ન સમસ્યારૂપ રહ્યો છે તે કુરાનમાં જીવનું સ્વરૂપ શું છે એ છે.” એક આધુનિક મુસ્લિમ લેખક કહે છેઃ પયગંબર મહમદના બધ અનુસાર માનવી આ સૃષ્ટિમાં જ્યારે પ્રવેશે છે ત્યારે પાપમુક્ત હોય છે અને એવા પવિત્ર સ્વરૂપને હેય છે કે અલ્લાહના નિયમનું પાલન કરવા માટે તે નિશ્ચયી બને છે. અગમ્ય અને અનંત વિકાસ કરવાની દિશાની સાથે એ અવતરે છે. પરંતુ આ સૃષ્ટિમાં પ્રવેશ્યા પછી શું માનવી સ્વતંત્ર છે કે બધું જ એને માટે: નિણત થયેલું છે? ઈસ્લામમાં અલ્લાહની જે સર્વોપરિતા રજૂ કરવામાં આવી છે એ રીતે તે ઇસ્લામમાં જીવનું સ્વરૂપ, ઉપર શીખધર્મમાં જીવનું સ્વરૂપ આલેખ્યું. છે, એ પ્રકારનું રહે છે. આમ, જીવને વિવિધ દષ્ટિએ અવેલેક્વામાં આવે છે. આ બધા ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે: દેહધારી માનવીનું આ સૃષ્ટિમાંનું અસ્તિત્વ એનું સાચું અને સંપૂર્ણ અસ્તિત્વ નથી. એક આદર્શની રજૂઆતમાં એનું સાચું સ્વરૂપ દર્શા. વવામાં આવે છે અને એના જીવનનું ધ્યેય અને એનું કાર્ય એ આદર્શની , પ્રાપ્તિનું રહે છે. 5. નીતિવિચાર ધર્મના વગીકરણને પ્રશ્ન વિચારતી વખતે આપણે એ જોયું છે કે કેટલાક - વિચારકો બૌદ્ધ અને જૈન ધર્મને માત્ર નીતિધર્મો તરીકે ઉલ્લેખે છે. ધર્મજીવનની પૂર્વતૈયારી તરીકે નૈતિક જીવનની જરૂરિયાતને સ્વીકાર માત્ર નીતિધર્મો જ નહીં પરંતુ બધા જ ધર્મો રવીકારે છે. નીતિજીવન એ જ ધર્મજીવન છે એમ બદ્ધધર્મ અને જૈનધર્મ પણ સ્વીકારતા નથી. એ હકીકત એ બે ધર્મોને બીજા વિભાગમાં આપણે અભ્યાસ કર્યો એથી ફલિત થાય છે. ધર્મજીવન મુખ્યત્વે કરીને માનવના ઉત્થાનની સાથે સંકળાયેલ છે. નીતિજીવન પણ માનવજીવન સાથે સંકળાયેલ છે. પરંતુ નીતિજીવનમાં આચરણને આધાર બાહ્ય રીતે પ્રાપ્ત થયેલ નિયમ પર છે. એ નિયમો કયાં તે ધર્મ તરફથી પ્રાપ્ત થયા હોય, સમાજ તરફથી પ્રાપ્ત થયા હોય અથવા તે પ્રચલિત . 24 લિવિંગ રિલિજિયન્સ ઍન્ડ મેડન થટ, ન્યૂયોર્ક, 1936, પા. 200