________________ ધર્મબોધ વિષય તુલના - 33. 4, જીવનું સ્વરૂપ : તત્ત્વજ્ઞાનની જેમ ધર્મમાં પણ ત્રણ મહત્વના પ્રશ્ન છે—ઈશ્વર, જીવ અને સૃષ્ટિ, અને એ ત્રણેયના આંતર સંબંધ. વિવિધ ધર્મોની ચર્ચા કરતી વખતે. આપણે એ જોયું છે કે બધા જ ધર્મો આ ત્રણેય તત્ત્વોને સ્વીકાર કરતા નથી. તથા દરેક ધર્મ આ દરેક તત્વને અંગે તથા તેના આંતર સંબંધ વિશે વિવિધ મંતવ્ય ધરાવે છે. છવના સ્વરૂપ વિશે પણ જે તે ધર્મમાં આગળ રજૂઆત કરેલી છે એટલે તેની પુનરુક્તિ ન થાય અને છતાં જીવન વિશે પ્રત્યેક ધર્મને ખ્યાલ આવી શકેએ દૃષ્ટિએ આ પ્રશ્નની અહીંયાં વિચારણા કરીશું. હિંદુધર્મમાં જીવ એ બ્રહ્મતત્ત્વથી કંઈક નિરાળું તત્ત્વ નથી. બ્રહ્મને, જીવ અને જગત રૂપે, આવિર્ભાવ થાય છે. આથી જીવનું સ્વરૂપ બ્રહ્મ સમાન છે. જેમ સૂર્યમાળાના પ્રહ મૂળ સૂર્યથી કાળક્રમે છૂટા પડે છે અને પિતાનું સૂર્ય સાથેનું સાતત્ય વિસરે છે તેમ દેવીતાવ ધરાવતા જીવ પણ અજ્ઞાનને લીધે પિતાનું સાચું સ્વરૂપ વિસરે છે. જૈનધર્મની દૃષ્ટિએ જડતત્વ અને આત્મતત્ત્વ એ સત્ય તત્વો છે. આત્મતત્વનું સ્વરૂપ નિર્મળ અને નિત્ય હોવા છતાં ભૌતિક શરીરની સાથે એનું સંમિલન થતાં. દુ:ખોની પરંપરા શરૂ થાય છે અને આમ આત્મતત્ત્વ જ્યાં સુધી પોતાનું આત્મસ્વરૂપ યોગ્ય રીતે પિછાને નહિ ત્યાં સુધી દુઃખની ઘટમાળ ચાલુ રહે છે. ખ્રિસ્તી ધર્મમાં છવને પ્રભુના સંતાન તરીકે ઓળખવામાં આવે છે અને પ્રભુના સંતાનનું સ્વરૂપ પ્રભુ જેવું હોય એમ પણ સ્વીકારાય છે. આથી જીવનું મૂળ સ્વરૂપ નીતિમય અને દિવ્યતાભર્યું હોય છે. આમ છતાં, જીવમાં એવી. પતનકારી શકયતાઓ હોય છે જેથી એનું પતન થઈ શકે છે. આમાં મુખ્યત્વે કરીને જીવની સાથે સંકળાયેલી ભત્તિ, સ્વાર્થ વૃત્તિ અને ઈશ્વરદેશ ભંગ કરવાની સ્વાતંત્ર્યશક્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે અને જીવને જે કંઈ કરે તે માટે, તેટલે અંશે, જવાબદાર બનાવે છે. ખ્રિસ્તી ધર્મમાં દેહધારી જીવની દષ્ટિએ દેહ. મહત્ત્વ નથી, એમ નથી. અનેક ધર્મોમાં દેવતત્વ અને આત્મતત્ત્વ ભિન્નતા સ્વીકાર્યા પછી, આત્મતત્ત્વ મહાન હેય અને દેહતત્વ પાપમય હોય એ એક વિચાર પ્રવર્તે છે. આથી જ દેહકષ્ટ અને તપશ્ચર્યાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય છે દેહ અને એની ઇન્દ્રિયે એ જ સર્વ દુઃખનું કારણ અને વાસનાઓનું