________________ 330 ધર્મોનું તુલનાત્મક અધ્યયન કોઈપણ પ્રત્યક્ષીકરણ અવતાર છે કે નહીં એને નિર્ણય એમનું જીવન જ કરાવી શકે. બુદ્ધ અને ક્રાઈસ્ટનો જીવનવ્યવહાર એ રહ્યો છે કે એમના સમકાલીને પણ એ વરતુ રવીકારતા હતાં કે તેઓ સામાન્ય માનવી કરતાં નિરાળા હતા. જેમનામાં દેવત્વ મેરમ રમી રહ્યાના દર્શન થાય, જેને જીવનવ્યવહાર દૈવી હોવા છતાં અમાનવીય ન હય, જેની લગન ઈશ્વર સાથે હોય અને જે સમાજમાં હોવા છતાં સમાજના નથી એ રીતે જીવી શક્તા હોય એવા જીવને અવતાર તરીકે સ્વીકારવાને માટે મન લલચાય. નૈતિક અને આધ્યાત્મિક રીતે સંપૂર્ણ એવા આ છે ભવિષ્યની પણ એક દષ્ટિ આપતા હોય છે. પરિસ્થિતિને, વ્યક્તિને, સમાજને બદલવાની એક શક્તિના એમનામાં દર્શન થતા હોય છે. વ્યક્તિમાં પ્રાણને. સંચાર કરવાની એમની તાકાત પ્રત્યક્ષ થતી હોય છે. નૈતિક નિયમનું એમને હાથે સદંતર પાલન થતું હોય છે. ધમને સાચે ખ્યાલ એમને મુખેથી ઉદ્ભવેલ હોય છે. આવા પ્રત્યક્ષીકરણ પણ પિતાના જ કાળમાં અવતાર સ્થાને ઘણી વેળા સ્થપાયેલા હોતાં નથી ? જરથુસ્તધર્મને અહીંયાં ખાસ ઉલ્લેખ કરવાની જરૂરિયાત લાગે છે. શુભ અને અશુભ, ઇષ્ટ અને અનિષ્ટની વચ્ચેના સદાકાળના ઘર્ષણને જરથુસ્તધર્મમાં સ્વીકાર થયો છે, એટલું જ નહીં પરંતુ જરથુસ્તધર્મની એ વિશિષ્ટતા છે. જે સૃષ્ટિમાં અનિષ્ટ તત્ત્વનું આવું પ્રાબલ્ય હોય, કદીક એનું પ્રાધાન્ય પણ સ્થપાતું હોય તે એ ધર્મમાં અવતારભાવનાને અભાવ ધ્યાન ખેંચનારી બાબત છે. જે ધર્મોની વાત આપણે ઉપર કરી એમાં તે સૃષ્ટિના સર્જનકાળે ન્યાય અને શુભ અનુસારનું જીવન હતું. કાળનુક્રમે અનિષ્ટનો પગ ચાર થાય અને એ ફૂલેફાલે પરંતુ અનિષ્ટ ઈટ પર વિજય મેળવવાને તબકકે પહોંચે, એ જ સમયે દૈવ તત્ત્વનું પ્રકટીકરણ થાય, અધર્મને નાશ થાય અને ધર્મનું સંસ્થાપન થાય... ઈ.સ.ની અઢારમી સદીમાં યુરોપમાં દૈવવાદીઓએ તાર્કિક દૃષ્ટિએ ઈશ્વર સૃષ્ટિનો સંબંધ સમજાવતાં કહ્યું કે સૃષ્ટિનું સર્જન કરીને ઈશ્વર સૃષ્ટિની બહાર રહે છે. કેટલાક પ્રાથમિક નિયમોને ગતિ આપ્યા અનુસાર સૃષ્ટિનું સંચાલન થતું રહે છે. જીવને જે સ્વતંત્રતા આપી હોય છે એ આધારે એ જીવન પણ વ્યતીત થાય છે. આવા ક્રમમાં કઈક કાળે એવી સ્થિતિ સર્જાય છે કે જ્યારે સૃષ્ટિથી પર રહેલા ઇશ્વર તત્ત્વને સૃષ્ટિના ક્રમમાં ડખલ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. અહીં પ્રશ્ન એ છે કે ઈશ્વર આવી ડખલ ક્યાં સ્વરૂપે કરે? સ્વરૂપ પ્રકાર ગમે તે હોય તે યે સૃષ્ટિથી અપર ઈશ્વર સૃષ્ટિમાં પ્રત્યક્ષ થઈ શકે એ જ વિચાર અવતારવાદને અનુમોદન આપતું નથી ? ' . . . . .