________________ 328 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ધર્મ ધારકબળ પણ છે, અને ચાલકબળ પણ છે. ધર્મ સ્થગિત નથી પરંતુ ગતિશીલ છે. પરંતુ એની ગતિ હંમેશા જ ઊર્ધ્વગામી હોય એવું નથી. ધર્મને જેમ ઉદય થાય તેમ, ધર્મની ગ્લાનિ પણ સંભવે છે. જે ધર્મ એ વ્યક્તિ અને સમાજનું ધારકબળ તથા ચાલકબળ હોય તો એમાં નીપજતી ગ્લાનિનું પરિણામ શું આવે ? વ્યક્તિ અને સમાજને આવા પતનમાં સરી જવા દેવાય ખરા ? જે સૃષ્ટિનું અને માનવનું સર્જન એક પરમત કર્યું છે, અને એ પરમ તત્ત્વ ધર્મના ઈશ્વર સ્વરૂપનું હોય, તે એની સર્વોપરિતા સાથે તેમ જ એની સર્જનભાવના સાથે આ શી રીતે સુસંગત બની શકે ? આથી જ એમ કહેવાયું છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ઈશ્વર પ્રત્યક્ષ થાય છે. આનો અર્થ શું ? એક તો એમ કહેવાય કે સૃષ્ટિમાં જે દૈવી નૈતિક કાયદાનું વર્ચસ્વ છે એને ઢીલું પડવા ન દેવાય. સૃષ્ટિમાં અને સમાજમાં ન્યાયી અને નીતિમય જીવન જીવવાની તક મળે તે જ માનવને આધ્યાત્મિક વિકાસ કરવાની અને ઈશ્વર એકત્વ પ્રાપ્ત કરવાની સાનુકૂળતા મળી શકે. બીજુ, સૃષ્ટિના સર્જક તરીકે તેમ જ સૃષ્ટિના સંચાલક તરીકે ઈશ્વર સૃષ્ટિના ક્રમને આડ માર્ગે શી રીતે જવા દઈ શકે ? વ્યક્તિને પ્રાપ્ત થયેલ સ્વતંત્રતાને ઉપગ અને ઉપભોગ કરવાની એને છૂટ હોવા છતાં, બહદ રીતે એને દુરુપયોગ જે થતો રહે છે, જેને સૃષ્ટિ સંચાલનની જવાબદારી છે એ, અલિપ્ત કેમ રહી શકે? આથી સૃષ્ટિના સંચાલકે એનું સંચાલન સુયોગ્ય રીતે કરવાને માટે સૃષ્ટિ પિકીના એક બનવું પડે. ભગવદ્ગીતામાં પ્રબોધાયેલ અવતારની ભાવનાને આ ખ્યાલ છે. અવતાર વિચારનું સવિશેષ ખેડાણ હિંદુધર્મમાં થયું છે. વિવિધ અવતારની હિંદુધર્મમાં રજૂઆત કરવામાં આવી છે. આવા અનેક અવતારે હિંદુ ધર્મમાં સ્ત્રીકારવામાં આવ્યા છે જેમાં દશ અવતાર મહત્ત્વના છે. આ દશ અવતાર આમ છે મસ્ય, કર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને ભવિષ્યમાં થનાર અવતાર કટિક. આ વિવિધ અવતાર વિશેની ચર્ચા આ પુસ્તક મર્યાદા બહાર છે. આપણે માટે જે અગત્યની વાત છે તે એ કે વિવિધ સમયે અને વિવિધ રૂપે ઈશ્વર તત્વ સૃષ્ટિમાં પ્રત્યક્ષ થયું છે, થાય છે અને થતું રહેશે. * હિંદુધર્મ ઉપરાંત બૌદ્ધધર્મમાં પણ અવતાર ભાવના, સ્વીકારવામાં આવી છે. બુદ્ધ પહેલાં પચીસ બુદ્ધો થઈ ગયા અને ગૌતમ એ છવ્વીસમા બુદ્ધ તરીકે કહેવાય છે.