________________ ધર્મધ વિષયતુલના ૩ર૭ વિવિધ રૂપે રજૂ થઈ શકે છે, એનાં એ વિવિધ રૂપે સમજી શકાય એવાં છે, એટલું જ નહીં પરંતુ એ બધાંય વિવિધ રૂપે સુસંગત છે, અને છતાંય એ વિવિધ રૂપે વ્યક્તિના પિતાના એકત્વને હાનિર્તા નથી, તેમ એવું ન સંભવી શકે કે એક જ ઈશ્વર વિવિધ રૂપે અવલોકાય જેમ તાર્કિક જરૂરિયાત અનેકમાં એકને જેવા ઇચ્છે છે, એ જ રીતે એમ કેમ ન કહી શકાય કે ભાવાત્મક જરૂરિયાત એકને અનેક સ્વરૂપે જોવા ઇચ્છે છે ? ભાવનાના આ પ્રશ્નને સમજવા માટે માનવ સંબંધ ઉપર ઘેડ દષ્ટિપાત કરવો પડશે. પ્રત્યેક માનવી એકત્વધારી હોવા છતાં એ અનેકવંધારી થવા પ્રયત્નશીલ રહે છે. લગ્નની સામાજિક રૂઢિથી એક, યુગલમાં પરિણમે છે–તકથી નહીં પણ ભાવનાથી. એ યુગલની ભાવનામાંથી જ વિશે અનેકત્વ નીપજે છે. પ્રત્યેક પિતા પિતાના પુત્ર કે પુત્રીની વંશવેલ જોવાની એક સહજ ભાવના રાખે છે. આ ભાવનાના સ્તરે એકેશ્વરમાંથી અનેકેશ્વર કેમ નીપજે એ સમજવા પ્રયાસ કરવામાં આવે તે એ સંભવિત છે કે અનેકેશ્વરવાદની, આદિમ ધર્મની વિશિષ્ટતા તરીકે, રજૂઆત ન થાય. બીજી પણ એક વિચારણા અહીંયાં કરી લેવી જરૂરી છે. સર્વેશ્વરવાદની ભાવના વિકસેલ આદિમ ધર્મના સ્વરૂપ તરીકે સ્વીકારાય છે. પરંતુ એકેશ્વરવાદના ધર્મના સ્વરૂપ કરતાં એને નિમ્ન કક્ષાનું લેખવામાં આવે છે. જે સૃષ્ટિનું તત્વ અને ઈશ્વરી તત્વ એક જ હોય, એ સર્વત્ર વ્યાપ્ત હોય એમ પણ સ્વીકારવામાં આવે તે શું એ તાર્કિક નથી કે એ સર્વેશ્વરવાદ જ સ્વીકારે ? અહીં જે દલીલ કરવામાં આવે છે તે એટલી જ છે કે ઈશ્વર વિશેની ધર્મમાં પ્રવર્તતી કોઈપણ ભાવના તે ધર્મને બીજા ધર્મથી ઊંચે કે નીચો એમ પ્રસ્થાપિત કરવાના ઉપયોગમાં લેવાવી જોઈએ નહીં. 3. અવતારઃ શ્રીમદ્ ભગવદ્દગીતામાં કહેવાયું છે. 20 यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत / अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् // અવતાર ભાવનાનું ધર્મમાં પ્રવર્તતું સ્વરૂપ અહીં બહુ જ સ્પષ્ટ સ્વરૂપે રજૂ થયું છે.