________________ ધર્મબેધ વિષયતુલન ૩રપ થયે લાગતું નથી, એ બાબત પ્રત્યેક ધર્મમાં આ અંગે થયેલ પરિવર્તન સૂચવી જાય છે. આપણે અન્યત્ર એ ચર્ચા કરી છે કે આદિમ જાતિના જાદ અને સર્વજીવવાદમાંથી, કાળાનુક્રમે એકેશ્વરવાદ ઉપસ્થિત થયેલ છે. પણ આમ થયું એમાં મહત્તવને ફાળે તવ વિચારણાઓ આપે છે એ ભુલાવું જોઈએ નહીં. આદિમ ધર્મમાંથી સુસંસ્કૃત ધર્મને વિકાસ થયો તે સાથે જ ધર્મના પાયાની જરૂરિયાત સ્વીકારાઈ. આવો પાયે ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જે તાત્ત્વિક તત્ત્વ આને ધાર્મિક સર્વોપરી તવ વચ્ચે કોઈ પ્રકારને સમન્વય સાધી શકાય આ સમન્વય એકેશ્વરવાદમાં પ્રાપ્ત થશે. તદૃષ્ટિએ એકતત્ત્વવાદને સ્વીકાર થયો અને ધર્મ દષ્ટિએ એકેશ્વરવાદને રવિકાર થશે. માનવીની ધાર્મિક ભાવના પરમતત્વના એવા સ્વરૂપની ઝંખના કરવા લાગી જે એને અનુભવમાં ઉપલબ્ધ હોય, જેની સાથે એ વાત કરી શકે, જેની સમક્ષ એ પિતાના પ્રશ્નો રજૂ કરી શકે, જેની પાસે પ્રાયશ્ચિત્ત કરી એ ક્ષમાયાચના માગી શકે અને જેની પાસે એ શરણ સ્વીકારી શાંતિ અને આનંદ મેળવી શકે. આ ધાર્મિક ભાવના સંતોષવાને માટે જ જે ધર્મો એકેશ્વરવાદી હતા એમાં પણ અનેકેશ્વરવાદને સુસંગત અને અનુરૂપ નહીં એવું ઈશ્વરનું સગુણ સ્વરૂપ દાખલ થયું. હિંદુ ધર્મમાં પરમતત્વને ઓળખવા માટે બ્રહ્મ નામ અપાયું અને એ બ્રહ્મના સગુણ આકાર સ્વરૂપને ઈશ્વર એવું નામ અપાયું. હિબ્રધર્મના પ્રબળ એકેશ્વરવાદમાં પણ જોડાવાનું પૂજન દાખલ થયું. ખ્રિસ્તી ધર્મ માં ક્રાઈસ્ટને દેવસ્થાને સ્થાપવામાં આવ્યા, અને એ જ પ્રમાણે અન્ય ધર્મોમાં પણ થયું. ઇસ્લામ જેવા ધર્મમાં પણ “કાબા'ના પથ્થરના સ્વરૂપને સ્વીકારવામાં આવ્યું. એટલું જ નહી પરંતુ જે ધર્મોએ પરમતત્ત્વનું તાત્વિક રૂપ ખરેખર તાત્ત્વિક વરૂપે રજૂ કર્યું હતું એવા ધર્મમાં પણ ઈશ્વર સ્થાપન થયું. તાઓ અને કન્ફયુશિયન ધર્મમાં સૃષ્ટિના ચાલકબળ તરીકે પરમતત્ત્વના અપાયેલ ખ્યાલમાં બે પ્રકારનાં પરિણામે જોવામાં આવ્યાં. એક તે, કફયુશિયસ અને લાઓને પિતાને જ દેવસ્થાને બેસાડવામાં આવ્યા, અને બીજી બાજુએ એકેશ્વરવાદની પ્રક્રિયા એ ધર્મોમાં પ્રવેશી. આ વિચારણા કરીએ ત્યારે જૈનધર્મ અને બૌદ્ધધર્મને કેમ વિસરી શકાય ? આ બંને ધર્મોના સ્થાપકોએ દેવ ભાવતા વિશે શાંત રહેવાનું પસંદ કર્યું હતું.