________________ 324 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઇરલામમાં પરમતત્ત્વ તરીકે “અલ્લાહને, અને ઈશ્વર તરીકે પણ “અલ્લાહને જ સ્વીકાર કરવામાં આવ્યું છે. આ બાબતમાં હિબ્રધર્મની ઈસ્લામ પર થયેલી અસર સ્પષ્ટ બને છે. આમ છતાં અહીંયાં એ નોંધવું જોઈએ કે હિબ્રધર્મમાંથી ઉદ્દભવેલ ખ્રિસ્તી ધર્મે હિબ્રધર્મના પરમતત્વની કલ્પનામાં, ધર્મ અનુયાયીઓને - અનુકૂળ એ, ફેરફાર કર્યો. ખ્રિસ્તી ધર્મ પછી અસ્તિત્વમાં આવેલ ઇસ્લામ ધર્મો,. ખ્રિસ્તી ધર્મના એ પરિવર્તનને બાજુએ મૂકી, હિબ્રધર્મના પરમતત્વના મૂળ ખ્યાલને સ્વીકાર કર્યો હોય એમ લાગે છે. શીખધર્મમાં પરબ્રહ્મની કલ્પના છે. કેટલીક વેળા નામના સમાનપણાને લીધે એમ માનવામાં આવે છે કે શીખધર્મમાં સ્વીકારાયેલ પરબ્રહ્મ હિંદુધર્મના પર બ્રહ્મની અસર છે. અહીં એ નોંધવું જોઈએ કે હિંદુધર્મના પરબ્રહ્મની કલપનાને આધાર તાત્ત્વિક છે, જ્યારે શીખ ધર્મની પરબ્રહ્મની કલ્પનાનો આધાર ભાવાત્મક છે. આમ આપણે એ જોઈ શકીશું કે પ્રત્યેક ધર્મમાં તાત્વિક સ્વરૂપને એક સર્વોપરી સિદ્ધાંત સ્વીકારાયેલ હોવા છતાં, તેના સ્વરૂપમાં ભિન્નતા રહેલી છે. આ પાયાની ભિન્નતાને પરિણામે ધર્મોમાં પ્રવર્તતી અન્ય વિવિધ પ્રકારની ભિન્નતા સમજાવી શકાય. પરમતત્ત્વની વિચારણા અંગે આપણે એટલું નેધવું જોઈએ કે તાત્વિક પરમ સત્તા અને ધાર્મિક સત્તા અથવા ઈશ્વર ભાવનાને સમાનાર્થી તરીકે સ્વીકારવામાં મુખ્યત્વે હિબ્રધર્મ અને ઇસ્લામધર્મ છે. વળી હિંદુધર્મ અને ખ્રિસ્તી ધર્મ એવા છે જે ધર્મના ઈશ્વરને પરમતત્વ સાથે વિશિષ્ટ પ્રકારે સાંકળે છે અને એમાં પરમતત્ત્વની સર્વોપરિતા સ્થપાયેલી રહે છે. તાધર્મ અને કન્ફયુશિયનધર્મમાં પરમતત્ત્વ એક ચાલક તત્ત્વના સ્વરૂપનું છે, જ્યારે જૈનધર્મ અને બૌદ્ધધર્મમાં એ તવ અન્ય સર્વની સમજ આપનારું બિન-આધ્યાત્મિક તત્ત્વ બની રહે છે. 2. ઈશ્વર ભાવના ધર્મને ઈતિહાસ એમ બતાવે છે કે જ્યારે પણ ધર્મમાં માત્ર તાર્કિક એવા પરમતત્વને સ્વીકાર કરવામાં આવ્યો છે, ત્યારે ધર્મ અનુયાયીઓને એવા પરમ તવની કલ્પનાથી સંતોષ થયો નથી. એટલું જ નહીં, પરંતુ ધર્મ અનુયાયી એક એવા તત્ત્વની શોધમાં છે જે સર્વોપરી હોવા છતાં અગમ્ય ન હોય. એવું પરમતત્ત્વ જે તાવિક દૃષ્ટિએ ગ્યા હોય પરંતુ જે અનિર્વચનીય હાય, અવર્ણનીય હોય, જેનું માત્ર તાર્કિક અસ્તિત્વ જ હોય એવા પરમતત્ત્વની, ધર્મના પાયા તરીકે ગમે એટલી જરૂર હોવા છતાં, ધર્મ અનુયાયીઓને એથી સંતોષ