________________ 322 ધર્મનું તુલનાત્મક અધ્યયન અને સુંદર પુમેળ બને છે. આવી તાત્ત્વિક સત્તા કેટલે અંશે ધર્મભાવના સંતોષી શકે એ અલગ પ્રશ્ન છે. તત્વજ્ઞાનનું તત્વ સ્વરૂપ વિવિધ પ્રકારનું હોઈ શકે અને એથી તત્ત્વજ્ઞાનની તાત્ત્વિક સત્તા હંમેશા જ ધાર્મિક ભાવના સંતોષી શકે એમ ન પણ બને. ધર્મ અનુયાયીને તે એવી તાત્વિક સત્તા ખપે જે એના ધાર્મિક અનુભવની આડે ન આવે, એટલું જ નહીં, એ ધાર્મિક અનુભવને શકય પણ બનાવે. આ દષ્ટિએ વિચારતા પરમતત્ત્વને ખ્યાલ અને ધર્મમાં સ્વીકારાયેલ ઈશ્વરના ખ્યાલને અલગ રીતે તપાસવા જરૂરી બને છે. અહીંયાં આપણે પ્રત્યેક ધર્મમાં તાવિક સત્તા તરીકે પરમ તત્વને જે ખ્યાલ પામીએ છીએ તેની રજૂઆત કરીએ. હિંદુધર્મનો પરમતત્વને ખ્યાલ વિશિષ્ટ પ્રકારનું છે. એ માને છે કે સમસ્ત સૃષ્ટિનું એક જ અમૂર્ત તત્ત્વ છે અને તે છે “બ્રહ્મ'. એ પરમતત્વથી જીવતત્વ ભિન્ન નથી, અને છતાં જીવ અને સૃષ્ટિને અનુભવ સમજાવવા માટે એ આ બંનેને બ્રહ્મના આવિર્ભાવ તરીકે રજૂ કરે છે. વળી હિંદુધર્મમાં બે સત્તાને સ્વીકાર કરવામાં આવ્યો છે. પારમાર્થિક દૃષ્ટિએ વિચારતા બ્રહ્મ એક જ સત્ય છે. અને જગત તથા ઈશ્વર અસત્ય છે. પરંતુ વ્યાવહારિક દૃષ્ટિએ તપાસતા જગત, ઈશ્વર સત્ય છે. આમ ઈશ્વરસત્તાના બે ભાગ પાડવામાં આવ્યા છે અને પરમતત્ત્વને - નિર્ગુણ તરીકે અને અન્ય તત્ત્વને સગુણ તરીકે ઓળખવામાં આવે છે. સગુણતત્ત્વ તે ઈશ્વર. એની વિચારણે હવે પછી કરીશું. જૈનધર્મ અને બૌદ્ધધર્મ શરૂઆતમાં કઈ વિશિષ્ટ પ્રકારનું પરમતત્ત્વ સ્વીકારતા નથી. હિંદુધર્મની સામે એમને વિરોધ એટલે તે તીવ્ર છે કે કોઈ - પણ પ્રકારની તાત્વિક વિચારણા તેઓ કરવા તૈયાર થતા નથી. આથી જ માનવ જીવન અને સૃષ્ટિનો પાયે તત્ત્વજ્ઞાન કે તાત્વિક સત્તામાં ન શોધતાં, જનધર્મ એ પાયે જ્ઞાનમીમાંસામાં અને બૌદ્ધ ધર્મ અને વિજ્ઞાનમાં શોધે છે. હિબ્રધર્મમાં એક એવા પરમતત્વને સ્વીકાર કરવામાં આવ્યા છે જે તત્ત્વ - દ્રષ્ટિએ અને ધર્મ દૃષ્ટિએ ભિન્ન નથી. આ અર્થમાં હિબ્રધર્મ સંપૂર્ણપણે એકેશ્વરવાદી છે. જરથરતધર્મમાં અદૂર મઝદને સૃષ્ટિના પરમતત્વ તરીકે સ્વીકારવામાં આવેલ છે. પરંતુ તત્ત્વ દૃષ્ટિએ એમને તાત્વિક સત્તા તરીકે કેટલે અંશે સ્વીકારી