________________ .2 ધર્મઘ વિષય તુલના વિવિધ ધર્મોના અભ્યાસમાં આપણે એ જોયું કે જગતને પ્રત્યેક ધર્મ અમુક મહત્ત્વના પ્રશ્નને વિશે કંઈક અને કંઈક બોધ આપે છે. જગતના બધા જ ધર્મો માનવજીવન વિશે તેમ જ જીવનના ઉદ્દેશ વિશે પિતાને બેધ આપે છે. આ ઉપરાંત કેટલાક ધર્મો વિશિષ્ટ રીતે અમુક પ્રશ્નોની ચર્ચા કરે છે. એવા જુદા જુદા ધર્મબોધના વિષયે લઈને વિવિધ ધર્મોમાં તેની કેવી છણાવટ થઈ છે તે આપણે અહીંયાં તપાસીશું. 1, પરમતત્ત્વ : દરેક અભ્યાસ વિષયની જેમ ધર્મને પણ તત્ત્વજ્ઞાનના પાયાની જરૂર રહે છે. ધર્મ જે કંઈ સંબંધે છે તે સૃષ્ટિના ખ્યાલની સાથે અનુકૂળ છે અને તાર્કિક દષ્ટિએ સમગ્ર રીતે સુસંગત છે એમ બતાવવા માટે ધર્મને પણ તત્ત્વજ્ઞાનના પાયા ઉપર પિતાની રચના કરવી પડે છે. સૃષ્ટિની પરમ તાવિક સત્તાની સાથે ધર્મનો બધ અનુરૂપ હો જરૂરી છે. પરમ તાત્તિવક સત્તા એ એક એવી તાત્ત્વિક સત્તા છે જેને અનુલક્ષીને બધું જ. સમજાવી શકાય એમ છે. એ સત્તા મુખ્યત્વે સત સ્વરૂપની છે, અને આમ છતાં સૃષ્ટિનાં અન્ય ક્ષેત્રો અને માનવજીવનના અન્ય અનુભવ તરફ એ સત્તા દુર્લક્ષ કરી શકે નહીં. એ પરમ સત્તામાં સતુના અંગ ઉપરાંત, ઈષ્ટ અને સુંદર અંગો પણ છે. આ રીતે તાત્વિક સત્તા સત્ય, ઈષ્ટ ધર્મ 21