________________ સામાન્ય પ્રશ્નો 319 તે તે કર્મ એ જ પ્રાર્થના છે એમ સહજ રીતે કહી શકાય. આ અર્થમાં જ કર્મયોગની હિંદુધર્મમાં વાત થાય છે. પરંતુ કર્મ એ જ યુગ છે એમ કઈ રીતે કહી શકાય ? કર્મવેગને અર્થ તે પ્રત્યેક કર્મમાં ગભાવનાને અનુભવ કરવામાં આવે, અર્થાત્ પ્રત્યેક કર્મ નિષ્કામભાવે પ્રભુપ્રીત્યર્થે કરવામાં આવે એ થાય છે. આપણે એમ કહી શકીશું ખરા કે આ મત રજૂ કરનારા બધા જ, ધર્મને આ કક્ષાએ અવકે છે? પ્રાર્થનાની સામે બીજી પણ એક દલીલ કરવામાં આવે છે. સૃષ્ટિને ક્રમ નિયત રીતે ચાલ્યા જ કરે છે પ્રકૃતિના સંચાલનમાં કાર્ય-કારણ નિયમ મહત્ત્વનું છે અને પ્રાર્થના પણ આ નિયમને પલટાવી કે ઉલ્ટાવી શકે એમ નથી. - આ દલીલ કેટલીક માન્યતાઓ પર આગળ વધે છે. અહીંયાં એ સ્વીકારી લેવામાં આવ્યું છે કે સૃષ્ટિક્રમના ભંગને માટે જ પ્રાર્થના કરવામાં આવે છે. શું આ માન્યતા સાચી છે ? સૃષ્ટિને ક્રમ ભૌતિક રીતે ચાલ્યો જ જાય છે. પ્રાર્થનામાં તે વ્યક્તિ પિતે આધ્યાત્મિક બળ કેળવે એ માટે, અને સૃષ્ટિમાં અધ્યાત્મ પ્રસરે એ માટે માગણી કરે છે. બીજી રીતે જોઈએ તે શું આપણે ખરેખર એમ કહી શકીએ ખરા કે ઇતર રીતે પણ આપણે સૃષ્ટિના ક્રમમાં અવરોધ નાંખતા નથી ? શું ગુરુત્વાકર્ષણને નિયમ એ સૃષ્ટિનો નિયમ નથી? અને છતાંયે એ ભેદભાવને આપણે પ્રયાસ કર્યો નથી ? આ તે જ્ઞાનક્ષેત્રની ઉચ્ચકક્ષાની વાત થઈ પરંતુ સામાન્ય લૌકિક જીવનમાં પણ આપણે સૃષ્ટિના ક્રમના અવરોધક બનતા નથી ? નદીના પ્રવાહમાં પડ્યા પછી સૃષ્ટિક્રમ અનુસાર તેમાં તણાવા લાગીએ ત્યારે સૃષ્ટિક્રમની વિરુદ્ધ જઈ તેમાંથી બચવાનો પ્રયાસ આપણે કરતા નથી ? અને શું આપણે એક મૂળભૂત પ્રશ્નને જવાબ આપી શકીએ એમ છીએ—સૃષ્ટિક્રમ શું છે એનું જ્ઞાન માનવીને છે ખરું ? માનવીના જ્ઞાનને વિકાસ સૃષ્ટિક્રમના એવા તબક્કાનો ખ્યાલ આપે છે જે વર્ષોના વર્ષો સુધી સૃષ્ટિના ગર્ભમાં સમાયેલ છે. એથી ઈશ્વરની પ્રાર્થના સૃષ્ટિના ક્રમમાં અવરોધક છે એમ કહેવાને બદલે, સૃષ્ટિક્રમ સમજવાને સહાયક છે, એમ કહેવું કદાચિત્ વધુ ઇષ્ટ છે. માનવ પ્રગતિને ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે પ્રાર્થના એક બળ છે. માનવી જ્યારે એક એવી નિરાધાર અવસ્થામાં મુકાય છે અને જ્યારે એના દેહ કૌશલ્યના, બુદ્ધિ તીવ્રતાના, તર્કશક્તિના અને અન્ય સર્વ શ માન થાય છે, ત્યારે માનવીને પિતાની મર્યાદા અને ક્ષુલ્લક્તા સમજાય છે. ત્યારે એ પ્રભુ સિવાય