________________ સામાન્ય પ્રશ્નો 317* સુરાવલીઓમાં સંગીતજ્ઞ કેવો ખવાઈ જાય છે એ સંગીતા પતે તે જાણે છે જ પરંતુ પિતાના સંગીતમાં અન્ય ભક્તાઓ પણ શી રીતે ખવાઈ જઈ શકે છે, તે અનુભવ, જે ભોક્તાઓને એ લહા મળે હેય છે તેઓ જાણે છે. નૃત્યને માટે પણ આમ છે. એક સ્થપતિ પથ્થરમાંથી ઈશ્વરની મૂર્તિ કંડારે છે. જે એની દિવ્ય ચેતના એ કાર્ય કરતી વખતે ચેતનવંતી હોય, અને એની એ કાર્યમાં ધાર્મિક એકાગ્રતા હોય છે તે સ્થપતિના હાથે ઘડાયેલ મૂર્તિ જીવંત દેવી સ્વરૂપ ધારણ કરે છે અને થપતિનું એ મૂર્તિ સાથેનું સાતત્ય અનેક ધર્મ અનુયાયીઓ ભાવુક રીતે પિતે પણ અનુભવે છે. પ્રત્યેક કલા પ્રકારને ધર્મ સાથેનો સંબંધ સ્વતંત્ર અભ્યાસને વિષય બની શકે. આમ છતાં, જેમ પૂજારીવર્ગ માટે કહ્યું એમ અહીંયાં પણ કહી શકાય કે કલા રવરૂપને પંથ બહુ વસમો છે. એનાં ચઢાણ ઘણાં સીધાં છે. એ સ્વરૂપને ઉપયોગ દિવ્ય ચેતનાની આરાધના માટે તથા એની પ્રાપ્તિને માટે કરવામાં આવે તે આ પરિણામ ઝડપી હોય છે. પરંતુ જે કલાકારની ચેતના દિવ્ય ચેતનાથી દૂર હડસેલાઈ, અન્ય ચીજમાં લપસે તે એમાં દૈવત્વને અંશ ન પ્રગટતાં, આસુરી તત્ત્વને અંશ પ્રગટે એ શક્ય છે; અને એથી કેટલીય વેળા કલાસ્વરૂપ, ધર્મના એક યા બીજા પ્રકારના અધઃપતન માટે કારણભૂત બને છે. પિતાના નામ દ્વારા ઈશ્વર સાથે એક થવાની તાલાવેલીમાં મંદિરમાં નૃત્ય કરતી દેવદાસી કાળીનુક્રમે ઈશ્વર સાથેનું તાદાઓ પ્રાપ્ત કરવાને બદલે પિતાને પ્રભુ-પ્રતિનિધિ કહેવડાવતા દેહધારી માનવના આલિંગનમાં આવી એની સાથે એક થાય એથી વિશેષ કલા સ્વરૂપની અધોગતિનું બીજું કયું ઉદાહરણ હોઈ શકે ? કલા એ એક સાધન છે. જ્યાં સુધી એ સાધનને ઉપયોગ દિવ્ય ચેતનાની યોગ્ય પ્રાપ્તિ માટે કરવામાં આવે છે ત્યાં સુધી કલાને મોભો અને પ્રતિષ્ઠા જાળવી શકાય છે. પરંતુ કલાનો માર્ગ જ્યાં વિપરીત રસ્તો અપનાવે છે, અને દેવી ચેતનાના સાધ્યને બદલે ભૌતિક સમૃદ્ધિને સાધ્ય તરીકે સ્વીકારે છે, ત્યારે કલાકારની અને કલા-પ્રકારની એમ બંનેની અધોગતિ સર્જાયાના દાખલા ઇતિહાસને પાને નેધાયેલા ક્યાં પડયા નથી ? આમ, આપણે એ જોઈ શકીશું કે વિવિધ કલા પ્રકારે ઈશ્વરપ્રાપ્તિના માર્ગો બનવા ઉપરાંત ધાર્મિક અનુભવના પ્રત્યક્ષીકરણની રીતે પણ છે. કલા સ્વરૂપ ધાર્મિક અનુભવોને એક નવી વાચા આપે છે અને ધાર્મિક અનુયાયીઓને: