________________ સામાન્ય પ્રશ્નો ૩૧પ૦ જડતા દાખલ કરવામાં આવે છે ત્યારે, અનુયાયીઓની સતત જાકત ધાર્મિક ચેતના પ્રત્યક્ષ થાય છે. એ જીવંત ચેતનામાંથી જ એક બળ પ્રગટે છે. જડ ચેતના અને.. જીવંત ચેતના વચ્ચે સંઘર્ષ થાય છે, એ સંઘર્ષને પરિણામે કાં તે જડ ચેતના પલટાય છે, અને પરિવર્તનને સ્વીકાર કરે છે, અથવા તે જડ ચેતના પિતાના. જડત્વમાં મકકમ રહે છે, અને ત્યારે જીવંત ચેતના એમાંથી છૂટી પડી કઈ નવો જીવંત ધર્મ માર્ગ અખત્યાર કરે છે. હિંદુધર્મમાંથી જૈનધર્મ અને બૌદ્ધધર્મ આ રીતે નીપજ્યા છે, તે આપણે આગળ જોયું, તેમ જ હિંદુધર્મમાં અનેક સુધારાવાદી પ્રયાસોને શે હિસ્સો છે એની વિચારણા પણ આપણે આગળ કરી. ખ્રિસ્તી ધર્મમાં સ્થપાયેલ પંથે આ જ વાતની સાક્ષી પૂરે છે. છે. મંદિર : કેટલીક વેળા એમ કહેવાય છે કે કેઈ પણ સારા વિચારને કે વ્યક્તિને ભૂલવી હોય તે એક મંદિર બનાવી તેમાં તેની મૂર્તિને પધરાવવાથી એમ બની શકે એમ છે. આ કથનના કટાક્ષમાં કેટલુંક સત્ય હશે છતાંય એને સંપૂર્ણ સત્ય તરીકે તો ન જ ઘટાવી શકાય, તેમ જ એને અસ્વીકાર કરવા માટે એને માટે એક મંદિર બનાવી એની મૂર્તિને ત્યાં પ્રસ્થાપિત કરવાની ધૃષ્ટતા પણ ન કરાય. હિંદુધર્મમાં મંદિર, ખ્રિસ્તી ધર્મમાં ચર્ચ, પારસીધર્મમાં અગ્યારી, મુસલમાનધર્મમાં મસ્જિદ, શીખધર્મમાં ગુરદ્વાર, બૌદ્ધધર્મમાં સિનેગોગ, જૈનધર્મમાં ઉપાશ્રય વગેરે એવાં તે પવિત્ર સ્થાન તરીકે રવીકારાયાં છે કે એમને આવી કટાક્ષમય રીતે દૂર કરી શકાય નહિ. પ્રત્યેક ધર્મમાં મંદિરનું એક આગવું સ્થાન છે મંદિર એટલે માત્ર ઈંટ, ચૂનાના ચણતરવાળી ઇમારત નહિ, એ તે એક એવું સ્થાનક છે જેમાં શાંતિ પ્રવર્તે છે, જેનું વાતાવરણ હંમેશા પ્રેરણાદાયી રહે છે અને જેમાં પ્રવેશતાની સાથે પ્રભુને સાક્ષાત્કાર અનુભવાય છે. વળી, મંદિર એક એવું સ્થાન છે જ્યાં ધર્મ અનુયાયીના આરાધ્યદેવની પ્રત્યક્ષતા મૂર્તિ દ્વારા કે ચિત્ર દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. (મૂર્તિપૂજાના પ્રશ્નની ચર્ચામાં અહીંયાં નહીં ઊતરીએ) અહીંયાં વ્યક્તિગત રીતે પ્રભુને ચરણે આવે છે અને એણે પોતાના હૃદયપૂર્વકની જે વાત: પ્રભુ સાથે કરવાની હોય છે તે એ કરી લે છે. પિતાની વાણું ઈશ્વરને સંભળાવે છે, ઈશ્વરની વાણી પિતાના હૃદયમાં સ્થાપે છે. મંદિરમાં ઈશ્વર સમીપ શુદ્ધ હદયભાવે પ્રાર્થના કરતી વ્યક્તિ અને ઘડીકમાં હસતી, ઘડીકમાં રડતી અને. ઘડીકમાં ક્રોધાવેશમાં આવેગમય બનતી, પરંતુ સદાય પ્રભુમાં લીન થયેલી, અને આસપાસના વાતાવરણથી અલિપ્ત થયેલી જેવી, એ એક લહાવે છે. મંદિરમાં