________________ સામાન્ય પ્રશ્નો 313 સંજોગે અને પરિસ્થિતિને અનુરૂપ જીવવાનું કોઈ સાચે માનવી કદીયે વિચારી શકે ખરો ? માનવીનું બુદ્ધિ, કૌશલ્ય એનું નીતિઘડતર અને એની આધ્યાત્મિક આકાંક્ષા એને માત્ર પરિસ્થિતિનું પૂતળું બનતા અટકાવે છે. એથી કેટલીક વેળા જેને એ શાશ્વત કહે છે તે એ નહીં તરછોડે. અને જે બાહ્ય જીવનને સ્પર્શે છે, અને જેને સનાતન સત્ય સાથે કઈ તાત્ત્વિક સંબંધ નથી, એમાં હવે પરિવર્તન લાવવા કબૂલ થાય, તે એ રૂઢિગત છે તેમ શી રીતે કહી શકાય ? ખ બ્રાહ્મણવર્ગ અથવા પુરોહિતવર્ગ : પ્રભુને પામવાને માટે કેટલીક વિધિઓની પણ શાસ્ત્રમાં રજૂઆત કરવામાં આવી હોય છે. ધર્મના પ્રત્યેક અનુયાયી આવી વિધિ પિતે જ કરી શકતા હોય તે તે ઉત્તમ ગણાય. પરંતુ બહુધા બને છે એવું કે શાસ્ત્રોમાં આલેખાયેલ વિધિ કઈ એક ખાસ પ્રવીણ વર્ગની વ્યક્તિ દ્વારા કરવામાં કે કરાવવામાં આવે છે. આ પ્રવીણ વગ તે જ બ્રાહ્મણવર્ગ કે પુરોહિતવર્ગ. કેટલીક વેળા બ્રાહ્મણવર્ગ અને પુરોહિતવર્ગ વચ્ચે ભેદ દેરવામાં આવે છે. શાસ્ત્ર-જ્ઞાન પ્રાપ્ત કરી શાસ્ત્રાર્થ સમજાવે એ બ્રાહ્મણ, અને વિધિના આચરણમાં મદદ કરે અથવા મદદ કરાવે એ પુરોહિત. ખાસ કરીને જ્યારે કોઈપણ ધર્મના અનુયાયીઓને બહુજન સમાજ પોતાનાં ધર્મશાસ્ત્રો જે ભાષામાં રજૂ થયાં છે એ સમજી ન શકે ત્યારે પુરોહિતવર્ગની અનિવાર્યતા રહે છે. ધર્મમાં આલેખ્યા પ્રમાણે વિધિ એ જ કરાવડાવે છે, અને એમ કરતાં એ પુરોહિતવર્ગ જ, પિતાની સમજ પ્રમાણે, શાસ્ત્રાર્થ પણ આપે છે. જ્યારે આમ થાય છે ત્યારે બ્રાહ્મણ અને પુરોહિતનો ભેદ મટે છે અને બંને સમાન લેખાય છે. શાસ્ત્રોમાં સંગ્રહાયેલી ઈશ્વરની વાણી, જેવી રીતે સંભળાઈ અને જેવી યાદ રહી એવી, માનવશક્તિ અનુસાર ધર્મશાસ્ત્રમાં રજૂ થાય છે એમ મનાય છે. આથી એ કથનોનું અર્થઘટન કરવું મહત્ત્વનું બને છે, અને ખાસ કરીને ધર્માનુયાયી જ્યારે શાસ્ત્રની ભાષા ન જાણતા હોય ત્યારે તે આ જરૂરિયાત સવિશેષ વધી જાય છે. આવા પ્રસંગોએ પુરે હિતવર્ગના કાર્યક્ષેત્રમાં ઓર વધારો થાય છે અને માત્ર શાસ્ત્રોનું વાચન નહીં, માત્ર શાસ્ત્રાનુસાર વિધિ નહીં, પરંતુ ઈશ્વર આદેશનું અર્થઘટન પણ તેઓ આપે છે. * આ તકને લાભ લઈને પુરોહિતવર્ગના કેટલાક વિભાગો પિતાનું આધિપત્ય સ્થાપવાની દૃષ્ટિએ, અને પિતાનાં હિતે સિદ્ધ કરવાને માટે, બિનશાસ્ત્રીય માર્ગ