________________ 312 ધર્મોનું તુલનાત્મક અધ્યયન રાયેલા ઉપદેશ જ છે. આથી તેમની વચ્ચેના ભેદે છતાં શાસ્ત્રને લીધે એ બંનેનું બૌદ્ધમત તરીકે એકત્વ જળવાઈ રહે છે. આ જ હકીકત ખ્રિસ્તી ધર્મ તેમ જ બીજા સર્વ ધર્મોને લાગુ પાડી શકાય. ધર્મશાસ્ત્ર એ માત્ર ધાર્મિક ઉપદેશોનું પુસ્તક નથી. એ તે એક એવી સામગ્રી છે જેમાં દૈવીતત્ત્વ સમાયેલું છે અને જેને માટે ધર્મપ્રેમીઓને અપાર આદર છે. પિતાના ધર્મશાસ્ત્રોને માટે ધર્મ અનુયાયીઓને માન હોય છે, એટલું જ નહીં, પરંતુ અપરોક્ષ ઈશ્વરના પ્રત્યક્ષ પ્રમાણ તરીકે તેઓ શાસ્ત્રને સ્વીકારે છે. એક અર્થમાં ધર્મગ્રંથમાંથી ધર્મ અનુયાયીઓ પ્રેરણા મેળવે છે. તે બીજી રીતે ધર્મ અનુયાયીઓ ધર્મગ્રંથોને એક સત્તા સ્થાન પણ અર્પે છે. આથી જ ધર્મશાસ્ત્રોમાં અપાયેલા આદેશો ધર્મના અનુયાયીને શિરોમાન્ય બને છે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ધર્મશાસ્ત્રોનું કયું વિશિષ્ટ અંગ ધાર્મિક એક્તા અને ધાર્મિક સંધત્વ બક્ષે છે? આપણે આગળ જોયું છે એ પ્રમાણે ધર્મશાસ્ત્ર માત્ર આદેશોની નામાવલી નથી, એ તે જીવનમાર્ગને એક ભોમિયે પણ છે. જીવનવ્યવહાર કેમ કરે તે વિશેના એમાં આદેશ હોવા ઉપરાંત જીવનને સ્પર્શતાં વિવિધ અંગોને અનુલક્ષીને નિયમો અને સૂચનો પણ આપવામાં આવ્યાં હોય છે. વળી જે જીવન આદર્શ પ્રત્યેક ધર્મ રજૂ કરે છે એની સિદ્ધિના માર્ગ પણ તે ધર્મશાસ્ત્ર આપે છે. આમ વ્યક્તિએ શું કરવાનું છે એને સ્પષ્ટ ચિતાર ધર્મશાસ્ત્રમાંથી મળી રહે છે. કેટલીક વેળા એવી દલીલ કરવામાં આવે છે કે પુરાણકાળમાં અપાયેલા ધર્મશાસ્ત્રો તે કાળને અનુરૂપ હતાં, અને એથી એ શાસ્ત્રોમાં સમાયેલા આદર્શો આજના સમાજજીવનમાં શી રીતે લાગુ પાડી શકાય ? અહીંયાં એક મેટ દોષ થાય છે. પ્રત્યેક ધર્મશાસ્ત્રમાં કેટલુંક શાશ્વત એવું, કેટલુંક સ્થળ અને કાલ આધારિત, અને કેટલુંક વ્યક્તિ અને સમાજ આધારિત હોય છે. આમાંનાં પાછલાં બે ક્ષેત્રો વિશે ધર્મશાસ્ત્રોમાં જે કંઈ કહેવાયું હોય એમાં, સમાજના પરિવર્તનને અનુલક્ષીને, ફેરફારની સંભાવના અશક્ય નથી. પરંતુ શાસ્ત્રોમાં જે શાશ્વત મૂલ્ય રજૂ કરવામાં આવ્યાં હોય છે, તેમાં શો ફેરફાર હોઈ શકે? બીજી એક ખોટી માન્યતા પણ પ્રચલિત છે. ધર્મશાસ્ત્ર એટલે કંઈક પુરાણું અને ધર્મશાસ્ત્ર અનુસારની રહેણી એટલે રૂઢિગત એમ ઘણું માને છે. આ માન્યતામાં પણ એક ભૂલ રહેલી સ્પષ્ટ થાય છે. માનવજીવન ક્ષણે ક્ષણે પલટાતા