________________ 210 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રવર્તમાન ધર્મો એક આદિમ ધર્મની પશ્ચાદભૂમાંથી ઉપસ્થિત થયા છે, અને એથી જે તે કાળે આદિમ ધર્મની અસર હોય એ સંભવી શકે છે. પરંતુ આમાંથી એક બીજી બાબતનું પણ સૂચન થાય છે. ધર્મના પ્રારંભના તબક્કે આવા ચમત્કાર, એની આદિમ ધર્મની પશ્ચાદ્ભને અનુલક્ષીને, સમજાવી શકાય. પરંતુ પ્રત્યેક ધર્મ જેમ જેમ વધુ ને વધુ વિકસતો જાય તેમ તેમ આવા ચમત્કારે ભૂતકાળની હકીકત બનતા જાય. ધમવિકાસની કઈ કક્ષાએ, યે ધર્મ છે, એને અંદાજ બાંધવાના કાર્યમાં આવા અનુભ, જે તે ધર્મમાં કેટલા સ્વીકાર્ય કે અરવીકાય છે, તે આધારે પણ થઈ શકે. ધર્મસ્થાપકોને વિશેની આ વિચારણાની સમાપ્તિ એક પ્રશ્ન ઉપસ્થિત કરી કરીશું. ધર્મસ્થાપકે પૈકી જરથુસ્ત, મહાવીર, બુદ્ધ, મહમદ, જિસસ વગેરે એમની ઉંમરના ત્રીસથી ચાલીશ વર્ષના ગાળામાં ધર્મસ્થાપનાના કાર્યમાં આગળ વધ્યા. શું માનવ-જીવનનો આ કાળ, મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એવો કહી શકાય ખરો, જેમાં તેજસ્વીતા પ્રકટ થાય ? 4. ધમસંગઠક બળોઃ કોઈપણ ધર્મની ઉત્પત્તિ થયા પછી એના ચલનમાં, એના સંગઠનમાં અને એની પ્રગતિમાં કયાં બળો કામ કરે છે એને ખ્યાલ મેળવવા જરૂરી છે. કેઈપણ ધર્મ શરૂઆતથી જ સંપૂર્ણ કહી શકાય એવા સંગઠિત સ્વરૂપને નથી. જેમ જેમ ધર્મને વિકાસ થતો જાય છે તેમ તેમ એના સંગઠનની તેમ જ તેમાં એકવાયતા લાવવાની તથા એના અનુયાયીઓમાં એક પ્રકારની એક્તા પ્રવર્તતી રહે એ માટેનાં બળોની જરૂરિયાત રહે છે. આ અર્થમાં કોઈપણ ધર્મના સહેજે સ્વીકારી શકાય એવાં સંગઠક બળો ક્યાં? આવાં સંગઠક બળો નીચે મુજબ છે : . ક. ધર્મશાસ્ત્ર ખ, બ્રાહ્મણવર્ગ ગ, મંદિર ઘ, કળા અહીંયાં આપણે પ્રત્યેક સંગઠક બળ, ધર્મને એકબદ્ધ કરવામાં કઈ રીત ફાળો આપે છે, એની વિચારણું કરીશું.