________________ સામાન્ય પ્રશ્નો 309 તે પછી પ્રશ્ન એ રહે છે કે ધર્મ પ્રવર્તકના જન્મ વિશે આવી ચમત્કારિક વાત શા માટે ? એમના જન્મ વિશેની જ ચમત્કારિક વાતો ઉપલબ્ધ છે એમ નહીં, પરંતુ એમના જીવનકાળ દરમ્યાનના વિવિધ ચમત્કારની અનેક વાતો પણ પ્રાપ્ત છે. ધર્મ પ્રવર્તક વિશેની એવી ઘેડી નોંધ પણ અહીં કરી લઈએ. ગૌતમ બુદ્ધ વિશે ચમત્કારની વાત આ પ્રમાણે છે : “તેમણે નાવ વિના ગંગા નદી એકદમ ઓળંગી.૧૩ “તેઓ ઘડીકમાં દેખાય અને ઘડીમાં અદશ્ય થઈ જાય.”૧૪ “માંદી પડેલી એક સ્ત્રીને માત્ર તેના તરફ જોઈને જ તેમણે સારી કીધી.૧૫ “અન્નને સંગ્રહ નહોતે કરેલે તે તેમણે પાંચસો શિષ્યને જમાડ્યા હતા જરથુસ્તને વિશે કહેવાયું છે કે તેમણે ઘણા રોગ મટાડ્યા, વરુ અને અન્ય હિંસક પ્રાણીઓને દૂર કર્યા, વરસાદ વરસાવ્યું તથા તીડ, કરેળિયા વગેરે જેવી બીજી બાધક ચીજોને દૂર કરી. 17 એ જ પ્રમાણે મહમદ અને જિસસને વિશે પણ અનેક ચમત્કાર નેંધાયેલા છે. વધાર્થભે ચઢયા પછી ચોથા દિવસે કાઈટ સદેહે બહાર આવ્યા, અને આ પૃથ્વી પર થડે સમય રહ્યા. આ મહાન ચમત્કાર પણ એમના વિશે નોંધાયેલ છે. માત્ર જન્મ વિશેના જ નહીં, પરંતુ ધર્મ પ્રસ્થાપકે વિશેના આવા ચમત્કારોનું તાત્પર્ય શું હોઈ શકે ? આપણે ઉપર કહ્યું છે તેમ ધર્મપ્રવર્તકમાં દેવત્વ આરોપવાને આ એક પ્રકાર છે. પરંતુ એ પણ શક્ય છે કે હકીકતમાં અનુયાયીઓ એમને સાચે જ દેવસ્વરૂપે સ્વીકારતા થયા છે. આ પ્રક્રિયામાં અનુયાયીઓને ધર્મપ્રવર્તક માટે વિશ્વાસ, અને તેમણે આપેલ બેધમાં સંપૂર્ણ શ્રદ્ધા પણ કારણભૂત હેય. આધુનિક જગતમાં પણ આપણે આવી ચમત્કારની વાતો સાધુસંત કે મહાત્માઓ વિશે સાંભળતા નથી ? આમ બને છે કારણકે હજીયે જનસામાન્યમાં આદિમ તત્ત્વ છુપાયેલું પડવું જ છે. આપણે આગળ ખેંચ્યું છે તેમ બધા જ 13 સેક્રેડ બુક્સ ઓફ ધી ઇસ્ટ, 11H 21; 17H 104 (14 એજ, 11 : 48-49; 13 : 104-107 15 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 17 : 83-84 16 જાતક કથા, 78 7 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 47 : 73