________________ સામાન્ય પ્રશ્નો 307 મહાવીરના જન્મ વિશે કેટલાક ચમત્કારિક પ્રસંગે રજૂ કરવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે મહાવીરનાં માતાને અદ્ભુત સ્વપ્ન અનુસાર પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થઈ હતી. એ જ પ્રમાણે બુદ્ધના જન્મ વિશેની પણ આવી વાત પ્રચલિત છે. એમ કહેવાય છે કે એમની માતાને એવું સ્વપ્ન આવેલું કે એમને અલૌકિક રીતે ગર્ભ રહ્યો છે અને એ જ પ્રમાણે એમની પિસ્તાલીસ વર્ષની ઉંમરે રાણીને અલૌકિક પ્રકારે બુદ્ધને જન્મ થયેલ. આ જ હકીક્ત અન્યત્ર પણ આ રીતે અપાઈ છે? માતાને કોઈપણ પ્રકારની માંદગી કે દુઃખ વિના બુદ્ધને જન્મ જગતના કલ્યાણ માટે થયે. આમ તેમનો જન્મ અદ્ભુત પ્રકારે થયો.” જરથુસ્ત વિશે પણ આવી અનેક વાતે પ્રચલિત છે. આ મહાપુરુષના જન્મના ત્રણ હજાર વર્ષ પહેલાં, અને ત્રણસો વર્ષ પહેલાં પણ વિવિધ જાતની ભવિષ્યવાણુ થઈ હતી. જે કન્યા જરથુસ્તની માતા બની તેનામાં ઈશ્વરની કાતિ (અદ્દર મજદ) મૂકવામાં આવી હતી. તે દૈવી કીતિ અનંત પ્રકાશમાંથી નીચે આવી અને પંદર વર્ષની કુંવારી કન્યામાં (જરથુસ્તની માતામાં) મળી ગઈ આ કુંવારી કન્યામાં જે કંઈ શારીરિક ફેરફારો થયા તે એના કુટુંબીજનો સમજી શક્યા નહીં અને એમ માનવા લાગ્યા કે આ કંઈક જદુની અસર છે. વળી એમ પણ કહેવાયું છે કે જરથુસ્ત જન્મ વખતે ખુબ હયા હતા અને એમના જીવનમાં અનેક વાર એમને અદ્દભુત બચાવ થયે હતે. 10 જિસસ ક્રાઈસ્ટના જીવનની ઘણી વાતે પ્રચલિત છે. ખ્રિસ્તી ધર્મના ગોસ્પે. લેમાં જણાવ્યા અનુસાર જિસસનાં માતા કુંવારિકા હતાં અને છતાંયે તેમને 2 સેક્રેડ બુકસ ઓફ ધી ઇસ્ટ, 22 : 79 3 વૈરન : બુદ્ધિઝમ ઈન ટ્રાન્સલેશન, પા. 42 જ સેક્રેડ બુક્સ ઓફ ધી ઇસ્ટ, 49 : 5-6 5 સેક્રેડ બુક્સ ઓફ ધી ઈષ્ટ 5 : 21 17 : 18 એજ, 47 : 138-129 8 એજ, 47 : 18-20 47 : 35 4 0 224-225 2 : 4151. એજ, 9 એજ, 10 એજ,