________________ ૩ર૬ ધર્મોનું તુલનાત્મક અધ્યયન એમણે પિતે સ્થાપેલ ધર્મમાં કોઈ ઈશ્વરને સ્થાન ન હતું. સર્વ પ્રયાસનું કેન્દ્રસ્થાન માનવને અર્પવામાં આવ્યું હતું અને એણે જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું તે પણ સ્વ–પ્રયને જ પ્રાપ્ત કરવાનું હતું. એ પ્રાપ્તિમાં માનવની પિતાની સિદ્ધિ સિવાય અન્ય કંઈ ન હતું. એમણે પ્રબંધેલું તાત્ત્વિક સ્વરૂપ તર્ક પ્રકારનું કે મને વૈજ્ઞાનિક પ્રકારનું હતું. આવા કોઈ તત્ત્વને તે ઇશ્વરસ્થાને બેસાડી શકાય એમ નહોતું, અને એથી એ ધર્મમાં પણ, સમય જતાં, મહાવીર અને બુદ્ધિને ઈશ્વરસ્થાને થાપવામાં આવ્યા, અને એમ ઇશ્વરરૂપે એમની પૂજા થવા માંડી. અહીંયાં આપણે શીખધર્મની વાત કરીએ. શીખ ધર્મમાં પરમતત્તવને તે. પરબ્રહ્મ” તરીકે ઓળખાવવામાં આવેલ છે. ધર્મસ્થાપક નાનકે શરૂઆતથી જ સ્પષ્ટ કર્યું કે પોતે સામાન્ય માનવી જ છે–પયગંબર નથી. પિતે તે માત્ર. ગુરુ જ છે. હિંદુ ધર્મની ભાવના અનુસાર અનેક દેશમાં ગુરૂ પણ એક દેવ તરીકે સ્વીકારી શકાય. પરંતુ ગુરુને ઇશ્વરસ્થાને કેમ સ્થાપી શકાય ? આથી શીખધર્મમાં ગુરુ નાનકનું પૂજન થવા છતાં એમને ઈશ્વર સ્થાને બેસાડવામાં આવ્યા નથી, અને છતાં ધર્મ અનુયાયીઓની તૃપ્તિને માટે ધર્મશાસ્ત્ર-ગ્રંથસાહેબને જ ઈશ્વરસ્થાને સ્થાપવામાં આવ્યા છે. આ એક ખાસ વિશિષ્ટતા છે. પ્રત્યેક ધર્મનું ઈશ્વર સ્વરૂપ સગુણ બન્યું ત્યારે માનવીય સ્વરૂપનું રહ્યું છે. એક શીખધર્મ જ એવો છે જેમાં ઈશ્વર સ્વરૂપ અમાનવીય પ્રકારનું છે. આ પ્રશ્નની વિચારણા કરીએ ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે ધર્મ અનુયાયીની ધર્મભાવના સગુણ રિવરૂપનો ઈશ્વર ઝંખે છે. એની આ ઝંખનાને પરિણામે, જ કદાચ એકેશ્વરવાદમાંથી અનેકેશ્વરવાદ અને સર્વેશ્વરવાદ એમ બધા એક સાથે. અરિતત્વમાં રહેતા હશે. કોઈપણ ધર્મને વિશે એમ ન કહી શકાય કે એ સંપૂર્ણપણે એકેશ્વરવાદી જ છે. પ્રત્યેક ધર્મ લગભગ આ પ્રત્યેક પ્રકારના સંમિશ્રણ જેવા છે. ધર્મના વિકાસક્રમમાં, એકેશ્વરવાદ શ્રેષ્ઠતમ હોવા છતાં, ધર્મમાં પ્રવર્તત અને ધરવાદ શું ધર્મના હાર્દને અવરોધરૂપ છે ? માત્ર તાર્કિક દૃષ્ટિએ વિચારણા કરીએ તે. આ બે પ્રકારનું સહઅસ્તિત્વ સુસંગત નથી. પરંતુ ધર્મના ક્ષેત્રમાં પ્રાધાન્ય તર્કનું નહીં, ભાવનાનું છે; એ જે સ્વીકારવામાં આવે તો એ બંને પ્રકારના સહ-અસ્તિત્વની. શકયતાને સમજી શકાય છે . . સર્વેશ્વરવાદ કે અનેકેશ્વરવાદ શું ખરેખર આદિમ ધર્મના જ વિશિષ્ટતા છે ? શું એવું ન બને કે ધમ અનુયાયી ભાવનાત્મક રીતે એકી વખતે સર્વેશ્વરવાદી, અનેકેશ્વરવાદી અને એકેશ્વરવાદી હૈ ? જેમ એક જ માનવી વિવિધ સંબંધમાં.