________________ 306 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ધર્મોની પરિસ્થિતિ કદાચિત જુદી હોત. પરંતુ એની ચર્ચામાં આપણે અહીં નહીં ઊતરીએ. મોઝીઝ અને જિસસ પયગંબરરૂપે, ઈશ્વર અને માનવીની વચ્ચે મધ્યસ્થી છે. ખ્રિસ્તી ધર્મને ત્રીમૂતિ ખ્યાલ આ હકીક્ત સ્પષ્ટ કરે છે. મહાવીર અને બુધે પિતે ધર્મની સ્થાપના કરી એમ તેઓએ કરી નથી. એમણે તે ઈશ્વરના આદેશ મુજબ જે કંઈક પ્રાપ્ત થયું એ પ્રજા સુધી પહોંચાડયું છે. મોઝી અને જિસસે પ્રભુને જે આદેશ ઝીલ્યો અને માનવીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો એમાં તેઓએ મધ્યસ્થી તરીકે કાર્ય કર્યું. એ મધ્યરથીપણમાં એમણે ઈશ્વરને આદેશ પિતે ઝીલ્યો એ, અને પિતે સમજ્યા એવો, આપે છે. આ સમજણના ફેરફારથી એ ધર્મોમાં વિવિધ પંથે ઉપસ્થિત થયા છે. જરથુસ્ત, મહમદ અને નાનકને ધર્માશિક્ષક તરીકે ઓળખાવી શકાય. તેઓએ પિતે ઈશ્વરના આદેશ અનુસાર કેઈ વિશિષ્ટ ધાર્મિક સિદ્ધાંતે સૂચવ્યા નથી, પરંતુ માનવવ્યવહારની દોરવણી આપવા માટે પોતે જે કંઈ જરૂરી સમજ્યા તેની તેમણે તેના અનુયાયીઓ સમક્ષ રજૂઆત કરી છે. - ચીનના બે ધર્મસ્થાપક કન્ફયુશિયસ અને લાઓત્રેના બે ઉપર લક્ષ આપીશું તે સમજાશે કે એમને એમની તાત્વિક વિચારણાને પરિણામે જ જે કંઈક ધમંતવ હાથ લાગ્યું તે એમણે એમના અનુયાયીઓ સમક્ષ રજૂ કર્યું. એથી એમને તત્વજ્ઞ ધર્મિષ્ઠ પ્રકારના ધર્મસ્થાપક તરીકે ઓળખાવી શકાય.' વિવિધ ધર્મના સ્થાપકે વિશેની બધી માહિતી ઉપલબ્ધ નથી. આમાંયે ખાસ કરીને કહ્યુશિયસ અને લાઓત્રે વિશેની માહિતી પ્રાપ્ત નથી. કફ્યુશિયસના જન્મ સમયની માહિતી પ્રાપ્ત છે પરંતુ લાઓ વિશેને વિવાદ આપણે આગળ વિચાર્યું છે. એ જ પ્રમાણે બૌદ્ધધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ અતિહાસિક હતા કે કેમ એ વિશેની શંકા કેટલાય સમય સુધી રહી. પરંતુ ઈ. સ. ૧૮૮૬માં ડે. ફેરરે બુદ્ધની જન્મભૂમિમાં આશરે ઈ. સ. ૨પમાં, સુપ્રસિદ્ધ બૌદ્ધ અશોક રાજાએ કપિલવસ્તુમાં પથ્થરને સ્થંભ ઊભો કરી તેમાં જે લેખ લખાવ્યો હતો તે શોધી કાવ્યો ત્યાર પછી એ બધી શંકાઓ દૂર થઈ . આમ છતાં ધર્મસ્થાપકેમાંના ઘણાના જન્મ વિશે તથા તેમના ચમત્કારિક જન્મ વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે. 1 આરકોલેજિકલ સર્વે ઓફ નોર્થ ઇન્ડિયા, ગ્રંથ 6, 1897, પા. 27