________________ 304 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. ધર્મના “સ્થાપકને વિચાર કરીએ ત્યારે આપણે વિશ્વના બે ધર્મો હિંદુધર્મ અને શિધર્મ, જેના કેઈ સ્થાપકે નથી, તેને માટે પણ થોડી વિચારણા કરી લેવી પડશે. એ પછી આપણે જે તે ધર્મ–સ્થાપકના પ્રકાર અંગે ચચાં કરીશું, ત્યાર પછી એમના જન્મ વિશે ઉપલબ્ધ અગત્યની બાબત જોઈશું અને છેવટે એમના વિશેની વિવિધ પ્રચલિત વાતની સમીક્ષા હાથ ધરીશું. હિંદુધર્મ અને શિધર્મના કેઈ એક નિશ્ચિત રથાપક નથી. એથી પ્રશ્ન એ થાય છે કે આ બે ધર્મોમાં કોઈ મહત્વનું સામ્ય છે ખરું ? આ વિશે આપણે એમ કહેવું જોઈએ કે શિસ્તે ધર્મની સ્થાપનાને ખ્યાલ દૈવીતત્વના સામ્રાજ્ય ઉપર સ્થપાયેલે છે, અને એ તત્ત્વના પ્રતિનિધિ તરીકે રાજ્યશાસનનો દરમિકાઓના હાથમાં રહે છે, અને સમસ્ત પ્રજાએ એમના તરફ વફાદારી રાખી ધાર્મિક જીવન. વ્યતિત કરવાનું છે. હિંદુધર્મને સ્થાપક કોઈ નથી અને હિંદુધર્મના વેદશાસ્ત્ર “અપૌરુષેય” કહેવાયા છે. એમાં પરબ્રહ્મના ઉધે સીધાં જ સંગ્રહાયેલાં છે એમ કહેવામાં આવે છે. આપણે આગળ એવો ઉલ્લેખ કર્યો છે કે ઈશ્વર કઈ ભાષામાં બેસે છે એ આપણે જાણતા નથી. આથી ઈશ્વરને બોધ સીધો વેદમાં કંડરાયેલે છે એવી માન્યતાની સાથે સહમત થવું મુશ્કેલ છે. પરંતુ એનો સાચે અર્થ એ છે કે પરબ્રહ્મ દ્વારા જે કંઈ ક જ્ઞાન કે બેધ આપવામાં આવ્યા છે તે કઈ એક વિશિષ્ટ વ્યક્તિને નહિ, પરંતુ એક કરતાં વધારે વ્યક્તિને પ્રાપ્ત થયું છે. આ એક મહત્ત્વને મુદ્દો છે. જે ઈશ્વરને બોધ કઈ એક જ વ્યક્તિને કે એના દ્વારા નહીં પરંતુ વિવિધ. વ્યક્તિઓને પ્રાપ્ત થતું હોય તો એમાંથી બે બાબતે ફલિત થાય છે. એક એવી કોઈ વિશિષ્ટ વ્યક્તિ નથી જે એક જ હોઈ શકે અને અન્ય કોઈ એવો ન થઈ શકે. બીજુ, પરમતત્વને મન સૃષ્ટિસર્જનના પ્રત્યેક જીવ એક સમાન છે અને તેથી એને બોધ ગમે તે વ્યક્તિ ગ્રહણ કરવાને પાત્ર છે. આથી કોઈ એક નિશ્ચિત પયગંબર કે ફિરસ્તાને ખ્યાલ હિંદુધર્મમાં પ્રવર્તેલ નથી. એથી ઊલટું હિંદુધર્મના હાર્દ સમાન ભાવના, કે પ્રત્યેક જીવ દૈવી અંશ છે. એ આમાંથી જ ફલિત થાય છે. ઈશ્વરની વાણી સાંભળવાને લહાવો કઈ એકને જ પ્રાપ્ત છે એમ નહિ, પરંતુ એ માટે જે કઈ વ્યક્તિ પાત્ર બને એ એને ધ સાંભળી શકે એમ છે. હિંદુધર્મમાં જે ઉદારતા અને વિશાળતા જોવા મળે છે તે, જીવ અને ઈશ્વર ભિન્ન નથી, એ ભાવ વ્યક્ત થાય છે એ, આમાંથી પ્રાપ્ત થાય છે. જે જે