________________ 302 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ધર્મ ઉદ્દભવ - ધર્મવિકાસ - ધર્મ પતન. બળે નવા ધર્મને ઉદભવ : ધર્મપ્રક્રિયા જે વિવિધ અવસ્થાઓમાંથી પસાર થાય છે એની સંભવિત શકયતાઓની આપણે રજૂઆત કરી. આ શક્યતાઓ પૈકીની બીજી શકયતા વિશે વધુ વિચારણે આ ગ્રંથની મર્યાદામાં નથી. ધમંપ્રક્રિયાની પ્રથમ ત્રણ અવસ્થા ઉભવ-વિકાસ–પતન તે પહેલી અને ત્રીજી શકયતાઓમાં એકસરખી જ છે અને આ બે પ્રક્રિયાને તફાવત ચોથે -તબકકે શરૂ થાય છે. પ્રવર્તમાન ધર્મની સાથે વિરોધ સૌમ્ય છે કે પ્રબળ એના ઉપર આ અવરથા પછીની શક્ય અવસ્થાને આધાર રહે છે. પ્રવર્તમાન ધર્મની પ્રવર્તમાન પરિસ્થિતિ સામે જ વિરોધ હોય તે, અને એ ધર્મના તાત્વિક સિદ્ધાંતે સ્વીકાર્ય હોય છે, એ વિરોધ સુધારણાનું સ્વરૂપ ધરે છે, અને એમાંથી જ, ધર્મસુધારણા નીપજે છે. ધર્મસુધારણાના આવા અનેક પ્રયાસો પ્રત્યેક ધર્મના ઈતિહાસમાં પ્રાપ્ત છે. ઉદાહરણ તરીકે, સુધારણની આ પ્રક્રિયાને ખ્યાલ હિંદુધર્મના વિકાસની પહેલા વિભાગની ચર્ચામાં આપવામાં આવ્યો છે. જ્યાં આમ બન્યું છે ત્યાં મૂળ ધર્મમાં ને ધર્મપથ સ્થપાયો છે, નવો સંપ્રદાય પો છે, નવું જૂથ ઊપસ્યું છે–પણ એથી વિશેષ નહિ. મૂળ ધર્મનાં શાસ્ત્રો, એની તાવિક વિચારણું અને એને સિદ્ધાંતિક બોધ કદાચિત્ છેડા ફેરફાર સાથે સ્વીકારાય છે. આમ ધર્મ સુધારણું પામે છે, અને બીજી દૃષ્ટિએ, ધર્મ ગતિ પણ મેળવે છે. ધર્મના બૌદ્ધિક સ્વરૂપમાં ઝાઝો પલટો ન થવાં છતાં ધર્મના બાહ્ય કલેવરમાં, એના વિધિ પ્રકારમાં, એની આચારસંહિતામાં પરિવર્તન થાય છે. પરંતુ આ પ્રક્રિયામાં જે સેંધવા જેવું છે તે એ કે મૂળ ધર્મ એક મહાક્ષ તરીકે રહે છે અને એની સાથે એક નવી ડાળ ફરે છે એટલું જ એ ડાળના અસ્તિત્વ માટેનું પોષણ મહારાક્ષના મૂળમાંથી જ મેળવવાનું રહે છે. ધર્મપતનની અવસ્થાએ, ધર્મની અંદરથી જ નીપજેલો વિરોધ, ખૂબ તીવ્ર પ્રકારનો પણ હોઈ શકે. મૂળ ધર્મની પ્રવર્તમાન પરિસ્થિતિના અસ્વીકારને માટે જ્યારે એના તાત્વિક બેધને, એના સિદ્ધાંતને, એના જાતિ વ્યવહારને, એની રીતિઓને કારણભૂત ગણવામાં આવે ત્યારે એ વિરોધ અતિ તીવ્ર પ્રકાર છે.