________________ 300 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આપણે એ નોંધવું જોઈએ કે જૈનધર્મ અને બૌદ્ધધર્મ અસ્તિત્વમાં આવ્યા ત્યારે ભારતમાં જગતના પ્રવર્તમાન ધર્મોમાંને એક, હિંદુધર્મ અસ્તિત્વમાં હ, અને એથી બીજા ચાર ધર્મોના ઉદયની પ્રક્રિયા વિશે આપણે જે કંઈ કહીએ તે આ બે ધર્મોના ઉદયની પ્રક્રિયાને લાગુ પાડી શકાય કે કેમ તે પ્રશ્ન ખુલ્લે રાખવો જોઈએ. શિધર્મ, તાઓ ધર્મ કે કયુશિયનધર્મ અસ્તિત્વમાં આવ્યા ત્યારે પૂર્વ એશિયામાં પ્રવર્તમાન ધર્મો પૈકી કોઈપણ ધર્મ અસ્તિત્વમાં ન હતું, અને એથી જે ધર્મની પશ્ચાદભૂમાં આ ધર્મો ઉદ્દભવ્યા તે આદિમ ધર્મ સ્વરૂપને હતો. આદિમ ધર્મોમાં ધાર્મિક ખ્યાલ અને ધાર્મિક વિચારણા કેવા પ્રકારની હોય છે એની રજૂઆત આપણે અન્યત્ર કરી છે. આદિમ ધર્મમાંથી સુસંસ્કૃત ધર્મને ઉદય થાય છે એ સહજ પ્રક્રિયા અનુસાર આ ધર્મોને ઉદ્ભવ થયો છે. - પશ્ચિમ એશિયામાં જરથુસ્તધર્મને ઉદય થયે એ પહેલાં જગતના પ્રવર્તમાન ધર્મો પૈકીને હિબ્રધર્મ અસ્તિત્વમાં હોયે ખરે. પરંતુ પશ્ચિમ એશિયાના જે ભૌગોલિક પ્રદેશમાં જરથુસ્તધર્મને ઉદ્દભવ થયો એ પ્રદેશમાં, પશ્ચિમ એશિયાના બીજા પ્રદેશમાં, ઉદ્ભવ થયેલે હિબ્રધર્મ પ્રવેશ્યા ન હતા. આથી જરથુસ્તધર્મના ઉદ્દભવ સમયે પણ આદિમ ધર્મ અસ્તિત્વમાન હતું. એથી ઉપર ત્રણ ધર્મોને માટે જે વિધાન કર્યું તે અહીંયાં પણ લાગુ પાડી શકાય. હવે આપણે જૈનધર્મ અને બૌદ્ધધર્મના ઉદ્ભવની પશ્ચાદ્ભૂની વિચારણા કરીએ. આપણે એ જોયું છે કે દક્ષિણ એશિયાના ભારતદેશમાં જ જન અને બૌદ્ધધર્મો ઉદ્દભવ્યાં છે. એ જ ભારતદેશમાં તે સમયે પ્રવર્તમાન ધર્મો પૈકીને હિંદુધર્મ અરિતત્વમાં હતું. આથી એ સ્પષ્ટ થશે કે પશ્ચિમ એશિયાના ધર્મોને વિશે જે રજૂઆત કરી તે દક્ષિણ એશિયાના આ ધર્મો વિશે લાગુ પાડી શકાય નહીં. જનધર્મ અને બૌદ્ધધર્મના ઉદ્ભવ સમયે હિંદુધમેં એક વિશિષ્ટ સ્વરૂપ ધારણ કર્યું. એ સ્વરૂપ કેવું હતું એની વિચારણું આપણે બીજા વિભાગમાં કરી છે, તેથી એની પુનરોક્તિ આપણે અહીંયાં નહીં કરીએ. આપણે જે નોંધવું છે તે એ જ કે આ બે ધર્મોને ઉદ્દભવ, એ જ સમયે ઉભેલા બીજા ધર્મો કરતાં જુદો છે. આ સમગ્ર વિચારણાને પરિણામે આપણે ત્રણ મુદ્દા તારવી શકીએ છીએ? એક, ઇતિહાસના આ કાળે માનવ સંસ્કૃતિને વિકાસ લગભગ દરેક ભૌગોલિક વિસ્તાર પર પ્રસર્યો હતે.