________________ સામાન્ય પ્રશ્નો 31. બીજું, આદિમ ધમમાંથી સહજ રીતે, માનવે સિદ્ધ કરેલી સંસ્કૃતિના પરિણામે, સુસંસ્કૃત જનને ઉદ્ભવ થશે. ત્રીજુ, પ્રવર્તમાન ધર્મનું, એ જ ભૌગોલિક પ્રદેશમાં અસ્તિત્વ હોવાં છતાં, સુસંસ્કૃત ભૌગોલિક વ્યાપકપણુના આ કાળે, અન્ય પ્રવર્તમાન ધર્મોને ઉદ્દભવ થયો. આ મુદ્દાઓ પિકી ત્રીજો મુદ્દે વધુ વિચારણા માંગે છે. એક જ ભૌગોગિક સ્થળે એક પ્રવર્તમાન ધર્મ હોવા છતાં બીજે ધર્મ ઉદ્દભવ પામે ત્યારે એ ન ઉદ્ભવ પામેલે ધર્મ કયાં તે બહારથી આવી ઉભવ પામ્યો હોય (જેમ પાછળથી બૌદ્ધધર્મને ચીન તથા જાપાનમાં ઉદ્ભવ થયો); અથવા તે મૂળ ધર્મમાંથી ઉદ્ભવ્યો હોય. નવીન ધર્મના ઉદભવની આ બે પ્રક્રિયાઓમાંથી આપણે પાછલી પ્રક્રિયા પર લક્ષ્ય આપવાનું રહે છે. કારણકે આપણે આગળ જોયું છે તેમ જૈનધર્મ અને બૌદ્ધધર્મને સ્થાપકે પોતે હિંદુ હતા. આથી આપણી સમક્ષ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક ધર્મમાંથી આંતરિક રીતે બીજે ધર્મ શી રીતે ઉદભવે ? ધર્મ ઉદભવની આ પ્રક્રિયા રસિક હોવા ઉપરાંત મહત્ત્વની છે. ધર્મનું જે સ્વરૂપ આપણે અન્યત્ર આલેખેલું છે એ અનુસાર ધર્મ એક પ્રવાહ જે છે જે ગિત નહિ પરંતુ હંમેશા ગતિશીલ છે. આથી એક ધર્મમાંથી બીજો ધર્મ શી રીતે ઉદ્ભવે એ પ્રશ્ન અગત્યને બને છે. આ પ્રશ્નને સમજવાને માટે ધર્મની બીજી એક પ્રક્રિયા સમજવી જોઈએ. ધર્મની જે સામાન્ય રજૂઆત આપણે બીજા વિભાગમાં કરી એથી પણ એ તે સમજી શકાયું હશે કે લગભગ પ્રત્યેક ધર્મ પલટાતી અવસ્થામાંથી પસાર થાય છે. ધર્મની આ પલટાતી અવસ્થાને આમ રજૂ કરી શકાય : ધર્મ ઉદ્ભવ–ધર્મ વિકાસ-ધર્મ પતન-ધર્મ સુધારણા-ધર્મ પુનઃ પ્રસ્થાપન પ્રત્યેક ધર્મ આ અવસ્થામાંથી પસાર થાય છે. ધર્મની પલટાતી અવસ્થાની બીજી પણ એક શકયતા છે જે આમ રજૂ કરી શકાય ? ધર્મ ઉભવ-ધર્મ વિકાસ-ધર્મ પતન-ધર્મ પતન ધર્મ નાશધર્મવિસર્જન, વિશ્વમાં જે અનેક ધર્મો અસ્તિત્વમાં આવ્યા અને કાળક્રમે વિસર્જિત થયા એમને અંગેની ધર્મપ્રક્રિયા વિશેની આવી વિવિધ અવસ્થામાં રહી છે. પરંતુ ધર્મપ્રક્રિયાની વિવિધ અવસ્થાઓ વિશેની એક ત્રીજી શકયતા પણ છે. અને તેને આમ રજુ કરી શકાયઃ