________________ સામાન્ય પ્રશ્નો 303 એ સંજોગોમાં ધર્મસુધારણાની સંભાવના શક્ય નથી. મૂળ ધર્મની કઈ વાતનો રવીકાર શક્ય નથી (હિબ્રધર્મને અનુલક્ષીને ખ્રિસ્તી ધર્મ માટે અલગ રજૂઆત કરવાની જરૂર રહે છે), અને એથી મૂળ ધર્મના વૃક્ષ પર ઉગેલ એક પાંદડું છૂટું પડી, એ જ ધરતીમાં, નવા વૃક્ષનાં બીજ વાવે છે, અને આમ નવા ધમને ઉભવ થાય છે. આમાં એટલું નેંધવું જોઈએ કે નવા ધર્મનું ઉદ્ભવ–બીજ, મૂળ ધર્મમાંથી પ્રાપ્ત થાય છે, અને મૂળ ધર્મની ભૂમિમાં જ એ નવા ઉદ્દભવતા ધર્મનું બીજારોપણ થાય છે. અને આથી જ એ ધર્મોના આંતર સંબંધ અને એમની વિચારણાની તુલના આ હકીકતને અનુલક્ષીને કરવાની રહે છે. ઉપર આપણે જે બે પ્રશ્નો ઉપસ્થિત કર્યા તેની વિચારણા થઈ. પરંતુ ધર્મસ્થાપનાને ખ્યાલ આપતા આ કોઠા ઉપરથી બીજા પણ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. શું એક જ ભૌગોલિક પ્રદેશમાં ઉદ્દભવ પામેલા વિવિધ ધર્મો વચ્ચે વિશિષ્ટ પ્રકારની સમાનતા છે ? જો એમ હોય તે એની વિશિષ્ટતા શી? આ પ્રશ્નની અહીંયાં અલગ વિચારણાની જરૂર નથી. કારણકે જે તે ધર્મની રજૂઆતમાં આ પ્રશ્નના ઉત્તર માટેની માહિતી સમાવિષ્ટ છે. વળી, એવી વિચારણા આ વિભાગમાં અન્યત્ર હાથ ધરવામાં આવી છે. આ કોઠા વિશે એક બીજી વાત પણ નોંધી લઈએ. અહીંયાં માત્ર ધર્મના જે તે ભૌગોલિક પ્રદેશમાં ઉદ્ભવના સમય અનુસારની રજૂઆત કરવામાં આવી છે. એક સમયે એક ભૌગોલિક પ્રદેશમાં એક ધર્મ ઉદ્ભવ પામ્યા પછી, એ જ, ધર્મ તે સમયે અથવા તો ઇતિહાસના અન્ય સમયે, અન્ય ભૌગોલિક પ્રદેશોમાં વિસ્તરે છે એની રજૂઆત અહીંયાં કરવામાં આવી નથી. અન્ય કોઠા દ્વારા ઇતિહાસના કાળપ્રવાહમાં ક્યા સમયે કયા ક્યા ભૌગોલિક પ્રદેશોમાં વિવિધ ધર્મો વિસ્તર્યા છે એને ખ્યાલ આપી શકાય. 3. ધર્મસંસ્થાપક : પ્રવર્તમાન અગિયાર ધર્મોમાંથી નવ ધર્મો સ્થાપકેએ સ્થાપેલા ધર્મો છે એ આપણે આગળ જોયું. એ નવ ધર્મો પિકીના છ ધર્મોનાં નામો પણ એમના સ્થાપકના નામ ઉપરથી પ્રાપ્ત થાય છે. મોઝીઝે સ્થાપેલા ધર્મનું નામ એની પ્રજા પરથી અથવા તે દેશના નામ પરથી પ્રાપ્ત થયેલ છે. એ જ પ્રમાણે લાબેએ સ્થાપેલા ધર્મનું નામ લાઓત્રેના પરમતત્ત્વ “તાઓ' ઉપરથી પ્રાપ્ત થયેલ છે અને શીખધર્મના સ્થાપક નાનકે એમના ધર્મનું નામ “શિષ્ય” ઉપરથી રાખ્યું છે, કારણકે એમણે પરમતત્વને “ગુરુ” સ્થાને સ્થાપેલ છે.