________________ :: 316 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રાપ્ત થતી નીરવ શાંતિ, પ્રભુની સમીપ જવાની જરૂરી એકાગ્રતા, સમગ્ર વાતાવરણની સહાયરૂપ અસર, ભક્તજનને મંદિર સિવાય બીજે ક્યાં મળવાની છે ? આ ઉપરાંત સમૂહગત પ્રાર્થનાને માટે પણ મંદિર એક અનેરું સ્થાન છે. મંદિરમાં ધર્મને ઉપદેશ અપાય છે અને એ રીતે મંદિર દ્વારા ધર્મમાં ઉપદેશાવેલ - આદેશનું ધર્મ અન્યાયીઓમાં સિંચન કરવામાં આવે છે. આ જ મંદિરોમાં અનુયાયી વગ એકત્ર થઈ પિતાના જીવનના વિવિધઅંગી પ્રશ્નોની રજૂઆત, ચર્ચાવિચારણા કરી નિર્ણય લે છે અને પ્રભુની સાક્ષીએ કરેલા નિર્ણયનું પાલન કરવાનું મનોબળ કેળવે છે. નવા આકાર લેતા ઔદ્યોગિક સમાજમાં આ હકીક્ત કદાચ બંધબેસતી ન લાગે છે તે સમજવા માટે માત્ર કેટલાક એવા ઔદ્યોગિક વિસ્તાર અને સિનિકે, કામદારો વગેરેના જેવા સમૂહજીવન વિસ્તારો, જ્યાં મંદિરની સ્થાપના કરવામાં આવી છે તેને ઉલ્લેખ કરવો જોઈએ. બીજી એક રીતે પણ મંદિર ધાર્મિક સંસ્કૃતિને જીવંત રાખે છે અને એને વેગ આપે છે. પ્રત્યેક મંદિર એક પ્રકારનું સ્થાપત્ય રજૂ કરે છે અને વિવિધ કાળે બંધાતાં મંદિરના સ્થાપત્યના પ્રકાર, ધર્મ અનુયાયીઓની રસવૃત્તિના, એમની સૂઝના તથા એમની ધર્મ સમજ અને અન્ય સંસ્કૃતિ સાથેના એમના સંસર્ગનાં પાસાંઓ રજૂ કરે છે. આવો અભ્યાસ મહત્વનું છે પરંતુ આ પુસ્તકની મર્યાદા બહાર છે. ઘ, કળા : માનવજીવન સમૃદ્ધિનું પ્રદર્શન એની કલા સ્વરૂપમાં જોવા મળે છે. કલા એક એવું સાધન છે જે આંતરિક અનુભવોને વાચા આપવા માટે કેટલીક વેળા ભાષા કરતાં પણ વધુ સબળ હોય છે. આપણા અનુભવનું પ્રત્યક્ષીકરણ બે રીતે થાય છે-એક ભાષામાં, અને બીજુ કલા સ્વરૂપમાં. કલા રવરૂપના સામાન્ય રીતે ચાર પ્રકાર સ્વીકારવામાં આવે છે-નૃત્ય, સંગીત, ચિત્રકામ અને સ્થાપત્ય. આ પ્રત્યેક કલાને આધાર ધર્મના અનુભવને પ્રત્યક્ષ કરવાને માટે કરવામાં આવ્યો છે. માનવીના પ્રત્યક્ષ અનુભવમાં, જે ઈશ્વરનું સ્વરૂપ લાગ્યું હોય એને પોતે અક્ષરદેહ ન આપી શકે, પરંતુ પોતે કલાકાર હોય તે, એને રોગ્ય ચિત્ર દ્વારા, કે યોગ્ય સ્થાપત્ય દ્વારા રજૂ કરી શકે. એ જ પ્રમાણે ઈશ્વરના ધ્યાનમાં એકાગ્ર બની જે ધાર્મિક અનુભવ વ્યક્તિ મેળવે છે, એ અન્ય રીતે વ્યક્ત -ન થઈ શકે તેય, સંગીત અને નૃત્યનાં કયા સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. સંગીતની