________________ સામાન્ય પ્રશ્નો સૌથી છેલ્લે ધર્મ ઈ. સ. ૧૪૬૯માં પ્રાપ્ત થયો. આ કોઠા ઉપરથી જે તે ધર્મના ઉત્પત્તિ સમયની માહિતી પ્રાપ્ત કરવાને જ આપણો ઉદ્દેશ નથી. પહેલા વિભાગમાં ધર્મોના વર્ગીકરણ વિશે વિચાર કરતી વખતે આપણે એ બાબત રજૂ કરેલી જ છે.. અહીંયાં આપણો પ્રયાસ જે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેની રજૂઆત કરી તેમના વિશે સમજ મેળવવાને છે. આ કોઠા ઉપર નજર ફેંકતા આપણે એ જોઈ શકીશું કે જગતના અગિયાર. પ્રવર્તમાન ધર્મોમાંથી એક સદીના ગાળામાં જ છ જેટલા ધર્મોને ઉદ્ભવ થયો છે. આમ કેમ હશે ? વળી, આપણે એ પણ જોઈ શકીશું કે જૈનધર્મ અને બૌદ્ધધર્મના સ્થાપનાકાળ. વચ્ચે માત્ર ચાલીસ વર્ષનું જ અંતર છે. આ બંને ધર્મો એક જ ભૌગોલિક પ્રદેશમાં ઉપસ્થિત થયા છે અને છતાં, કેટલીક બાબતોનું સામે બાજુએ મૂકીએ તો, એ બે ધર્મોમાં મહત્વના તફાવત પણ છે. લગભગ એક જ સમયે એક જ પ્રદેશમાં ઉભવેલા ધર્મોમાં આ તફાવત કેમ ? અત્રે રજૂ કરેલા કોઠામાંથી બીજા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેની રજૂઆત કરતા પહેલાં આ પ્રશ્નોની થોડી વિચારણા કરી લઈએ. માનવ સંસ્કૃતિના વિકાસમાં કઈ કઈ અતિહાસિક કાળ એવો આવી જાય છે, જ્યારે પ્રવર્તતી સમાન પ્રકારની પરિસ્થિતિમાં, લગભગ સમાન પ્રકારની પ્રવૃત્તિઓ અસ્તિત્વમાં આવે છે. ઇતિહાસની ઈ. સ. પૂર્વેની પાંચમી સદી વિશે પણ કંઈક આવું જ કહી શકાય પ્રત્યેક ધર્મની વિચારણા કરતી વખતે આપણે એ જોયું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિના અવીકારવામાંથી જ એક નવા ધર્મને ઉભવ થયો છે. ઉપર કરેલી અન્ય ચર્ચાઓમાંથી આપણે એ પણ જાણી શક્યા છીએ કે પ્રવર્તમાન ધર્મને ઉદ્ભવ થયો ત્યારે ધર્મક્ષેત્રે સંપૂર્ણ શૂન્ય કે અવકાશ હવે એવું નથી. એક જૂના ધર્મના પાયા ઉપર જ ને ધર્મ રચાય છે. ઇતિહાસના આ કાળમાં દુનિયાના વિવિધ ભાગોમાં ધર્મ ઉત્થાન થયું. દક્ષિણ એશિયામાં જૈનધર્મ અને બૌદ્ધધર્મ અતિત્વમાં આવ્યા, પૂર્વ એશિયામાં શિતો ધર્મ, તાઓ ધર્મ અને કફયુશિયનમેં પિતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું, અને પશ્ચિમ એશિયામાં જરથુરતધર્મ આગળ આવ્યું. આ ધર્મસ્થાપનાની પ્રક્રિયા દુનિયાના વિવિધ ભાગોમાં થયેલી જોવા મળે. છે તે સમજાવવાનો પ્રયાસ કરીએ, એમાં આપણું ઉપર ઉપસ્થિત કરેલ બીજા, પ્રશ્નોને ઉત્તર સમાયેલ છે.