________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનો વિકાસ 3. પ્રસાર આધારિત વગીકરણ: ધર્મના પ્રસારના વિષયને બે રીતે વિચારી શકાય એક, એના સિદ્ધાંતના પ્રસારને આધારે અને બીજુ એના અનુયાયીઓના વિસ્તરણને આધારે. ધર્મના વિકાસના પ્રશ્નને સમજાવતા ગેલવી૧૮ જેવા વિચારકોએ ધર્મને જાતિધર્મ (Tribal Religion ), 21027447" (National Religion ) zya Cabana ધર્મ (Universal Religion) તરીકે આલેખેલ છે. આજે અરિતત્વ ધરાવતા ધર્મો પૈકીના કોઈને પણ જાતિધર્મ તરીકે ઓળખાવી શકાય એમ નથી. કેટલાક એવા ધર્મો જરૂર છે જે કઈ રાષ્ટ્રધર્મની ભૌગોલિક હદ પૂરતાં જ મર્યાદિત હોય અને બીન એવા ધર્મો છે જેનો વિસ્તાર એક કરતાં વધારે રાષ્ટ્રોની ભૂમિ પર વિસ્તરે છે. આપણે અહીંયાં જે પ્રશ્ન વિચારવાનું છે તે મુખ્યત્વે કરીને એ છે કે કોઈ પણ એક કે વધારે ધર્મને, એના ભૂમિ વિસ્તરણ માત્ર ઉપરથી વિશ્વધર્મ તરીકે રસીકારી શકીશું ? શું પ્રત્યેક ધર્મમાં વિશ્વસ્વનાં અંગે અંતઃભૂત નથી? જે ધર્મોના સિદ્ધાંતને અનુલક્ષીને આ વિષયની વિચારણા કરવામાં આવે તે એમાં કહેવું પડે કે કયાં તે જગતના બધા જ ધર્મો વિશ્વધર્મ છે અથવા તે એકે ધર્મ વિશ્વધર્મ નથી. ઓં ભૌગોલિક વિસ્તાર, ધર્મનું વિશ્વસ્વરૂપ નિર્ણત કરવા, લક્ષમાં લઈ શકાય નહિ. કારણ કે ધર્મના ભૌગોલિક વિસ્તારને આધાર અનિવાર્યપણે એના પ્રબોધેલા સિદ્ધાંતની મહત્તા પર આધારિત નથી, પરંતુ ધર્મ વિરતારનો આધાર કેટલીક વેળા અધાર્મિક એવાં અંગોને આભારી હોય છે—જેમકે વ્યાપાર, રાજકીય સત્તાને વિસ્તાર, કુદરતી અધીને કારણે અથવા તે અન્ય કારણોસર પ્રજાના કેટલાક ભાગોનું સ્થાનાંતર. પ્રત્યેક ધર્મની ચર્ચા કરતી વેળા આ બાબતોને લક્ષમાં રાખીને જે તે ધર્મને કે, કેટલે અને ક્યારે વિસ્તાર થયો એને ખ્યાલ આપણે પામી શકીશું. પરંતુ આટલું જ નહિ, કેટલીક વેળા તે ધર્મપ્રસારની વિવિધ રીતિઓ પણ અજમાવવામાં આવે છે. સમજયુક્ત પરિવર્તન, (Pursuasion ) ધાકધમકીયુક્ત દબાણ (Persecution), વટલાવ (Prosylytesation) અને લાલચ (Temptation) જેવી રસમોને આમાં સમાવેશ થાય છે. કયા ધર્મોએ 8 ફિલોસેફ ઓફ રિલિજિયન પ્રક. 2, પા. ૮૮-૧૫ર