________________ જરથુસ્તધર્મ 195 આ તેલાઈ જયારે હાથ ધરવામાં આવે ત્યારે “દરેક માણસના કર્મ તેની સામે સારા અથવા ખરાબ રૂપમાં આવશે.૩૪ આ કર્મ અને વિચારોને અનુલક્ષીને જે જીવોએ સારાં કર્મો કર્યા હશે તેમને રવર્ગ મળશે. એ સ્વર્ગમાં મત, હુકત, હેવસી તથા ગરમાન જેવા વિભાગ છે. જે સર્વ સારા અને પુણ્યશાળી જેવો છે, તેઓને આ સ્થાનેમાં વાસ થાય છે. આવા પવિત્ર આત્માઓને સ્વર્ગના દ્વારે વિદુમનહિ આવકારે છે અને પછી તેમને પરિચય અદ્દર મઝદ તથા અન્ય બીજાઓ સાથે કરાવે છે. પરંતુ, જે લેકે અસત્ય વદે છે, પાપ આચરે છે તેઓ નરકમાં જાય છે અને ત્યાં “અંધકાર, ખરાબ બરાક અને આર્તનાદરૂપના ભોગ બને છે. જેમ સ્વર્ગના ચાર વિભાગે છે તેમ નકના પણ ચાર વિભાગે છે, અને નર્કમાં અંધકાર, દુર્ગધ, અતિ શીતલતા, દુઃખ અને વેદના અપાર પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. માનવ તરીકેના ટૂંકા જીવનમાં જેમણે અસત્યને આશરો લઈ અનિષ્ટની સાથે સહકાર કર્યો હોય એ બધાને દીર્ધકાળની શિક્ષા આ નર્કાગારમાં મળી રહે છે. જે પાપી જ નર્કમાં પ્રવેશ કરે છે તેમનું તિરસ્કારયુક્ત અને મશ્કરીયુક્ત સ્વાગત અહરિમાન કરે છે. એવા માનવીઓ હોઈ શકે કે જેઓનાં પાપ અને પુણ્યનો મેળ લગભગ | એકસરખે જ થઈ રહે, અને ન તે પાપનું પલ્લું નમે કે ન તે પુણ્યનું પલ્લું નમે. આવા માને માટે શું ? એમને માટે સ્વર્ગમાં રથાન નથી; કારણકે જીવનમાં સુસંગત રીતે તથા સતત રીતે પુણ્ય કાર્યો એમણે આચર્યા નથી. પરંતુ જ્યારથી એમને સમજ લીધી ત્યારથી પાપી કૃત્યોને સંગ છોડી, અનિષ્ટ તોથી વિખૂટા પડી, અહરિમાનને સાથ આપવાનું બંધ કરી, અને પુણ્ય કાર્યોમાં પ્રવૃત્ત રહી, એમણે પિતાનાં પાપકર્મોને એ રીતે સંહાર કર્યો, જેથી મૃત્યુની ઘડીએ જીવનના પાપકર્મો અને પુણ્યકર્મો બંને સ્થિર રહ્યાં. આમ, એમનું સ્થાન ન તો સ્વર્ગમાં છે કે ન નર્કમાં. એમને જે સ્થાન પ્રાપ્ત થાય છે તેનું નામ છે “હમિષ્ટગાન'. આ સ્થાનમાં જે જેને વાસ થાય છે, તેઓને ઠંડીમાં ધ્રુજારી અને ગરમીમાં બળતરા સિવાય બીજું કંઈ દર્દ વેઠવું પડતું નથી. 34 યગ્ન, 31 : 20; 46 : 11. 35 યજ્ઞ, 31 3 20; 89 : 11.