________________ 268 ધર્મનું તુલનાત્મક અધ્યયન જોઈએ. એમના આ ઇતિહાસપ્રેમના કારણે કફ્યુશિયસ ઘણી વેળા રૂઢિવાદી "હેવાને ભાસ થાય એ સ્વાભાવિક છે. એમના ઈતિહાસમ તથા ભૂતકાળને માટેના આદરને વિશે લીન યુટાંગ આમ કહે છે પૂર્વજોને માટે પ્રેમ અને નિષ્ઠા તેમના અધૂરાં કાર્યો પૂર્ણ કરવામાં અને તેમને વારસો હવે પછીની પેઢીઓને પહોંચાડવામાં સમાયેલ છે. વળી, તેઓ જે કંઈ કરતા હતા તે બધું, એજ રીતે કરવામાં પણ એમના માટેનું માન વ્યક્ત થાય. અહીંયાં આપણે એ જોઈએ છીએ કે પૂર્વજોના અધૂરાં કાર્યોને પૂર્ણ કરવામાં જ નહિ, પરંતુ એ કાર્યોના પરિણામને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાની વાત પણ કર્યુશિયસ સ્વીકારે છે. આપણા પૂર્વજોએ જે કંઈક કર્યું એ બધાને માનપૂર્વક સ્વીકાર કરવામાં એમના તરફને આપણે સાચે આદર વ્યક્ત થાય છે એમ પણ તેઓ જણાવે છે. કયુશિયસના ઉપદેશે સમજવા માટે એમણે કરેલા સાહિત્યસર્જનને પરિચય જરૂરી બને છે. એથી એમના ઉપદેશને વિચાર કરતાં પહેલાં આપણે એમના ધર્મગ્રંથને વિચાર કરીશું. 2. ધર્મગ્રંથઃ માનવ પ્રસ્થાપિત નવ ધર્મોમાં જે કોઈએ પિતાના ધર્મ વિશેના ધર્મશાસ્ત્ર પ્રથા પિતે લખ્યા હોય તે તેમાં ઝોરેસ્ટર, લાઓત્રે અને કન્ફયુશિયસને સમાવેશ થાય છે. આમાં પણ રોસ્ટરે અવરથાને કેટલોક ભાગ લખે છે, અને લાઓત્રેએ એક નાનો ગ્રંથ લખે છે; કર્યુશિયસે તે એમના ધર્મગ્રંથનું સાહિત્ય પિતે જ સર્યું છે. આ ધર્મગ્રંથોમાં કન્ફયુશિયસે પિતાનું મૌલિક કહી શકાય એવું કેટલું અને શું આપ્યું એ એક મોટો પ્રશ્નાર્થ છે. સામાન્ય એવો મત છે કે પરાપૂર્વથી 8 ધી વિઝડમ ઑફ ચાઈન ઍન્ડ ઇન્ડિયા, ન્યૂયોર્ક, ૧૯૪ર, પા. 851